વધુ પડતીમાં લોકોને બહાર ન નીકળવા કોર્પોરેશનની સલાહ

May 11, 2018 at 11:51 am


જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય શાખાની એક યાદી જણાવે છે કે હાલની ઉનાળાની ઋતુ કે તાપમાનમાં વધારો જોવા મળી રહેલ છે. આ વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્યને હાની કરતી હોઇ, ગરમીના કારણે શરીરમાં લુ લાગવાની શક્યતા રહેતી હોય છે. જામનગર શહેરના નગરવાસીઆેએ ગરમીમાં આરોગ્ય સંભાળ રાખવા બપોરના સમયે કે વધુ પડતી ગરમી હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું, પીવાનું રાખો, તરસ લાગે તેની રાહ જોવી નહી, વેકેશનમાં બાળકોને બપોરના સમય મેદાન કે શારીરિક તકલીફ તેવી રમતગમત પ્રવૃતિથી દુર રાખવા, üદયરોગ, ડાયાબીટીસ, હાઇબ્લડ પ્રેશર, કીડની ડીસીસ, કેન્સર જેવા દદ}આેએ વધુ કાળજી લેવી અને નિયમીત તપાસ કરાવતા રહેવું, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ખુબ પાણી પીવું, લીબુ સરબત, મોળી છાશ, તાડફળી અને નાળીયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્વાવણ, આે.આર.એસ., પુષ્કળ પ્રમાણમાં પીવા, નાના બાળકો, સગભાર્ બહેનો, વૃધ્ધો તથા અશક્ત વ્યિક્તઆેએ તડકામાં ફરવું નહી તેમ જણાવાયું છે.

Comments

comments

VOTING POLL