વધુ પડતો ગોળ ખાવાથી થઇ શકે છે આટલા નુકશાન

August 4, 2018 at 8:34 pm


પોષકતત્વોથી ભરપૂર ગોળ પણ આવા નુકાસન પહોંચાડી શકે

આમ તો ગોળ કુદરતી પોષકતત્વોથી ભરપૂર હોય છે. મીઠો ગોળ અનેક લોકોનો ફેવરિટ હોય છે. કેમ કે સ્વાદિની સાથે સાથે તેના આરોગ્ય વિષયક ફાયદા પણ છે. જેવા કે મેટાબોલિઝમને સુધારે, શરીરમાં એનર્જી અથવા શક્તિનો સંચાર કરે. આયુર્વેદમાં તો ગોળનો ઉપયોગ ચિંતા, માથાનો દુખાવો, પાચનની સમસ્યા અને થાક લાગવાની સમસ્યામાં ભરપૂર કરવામાં આવે છે. જોકે ગોળના બધા ફાયદા જ નથી. તેનું નુકસાન પણ છે. તમે કઈ ક્વોલિટીનો ગોળ ખાવ છો, તમારું શરીર અને હેલ્થ હિસ્ટ્ર્રી જેવા અનેક મુદ્દે આધાર રાખે છે.

વજવ વધી શકે છે

પ્રત્યેક 100 ગ્રામ ગોળમાં 385 કેલેરીઝ હોય છે. જેથી જે લોકો ડાયેટ કરતા હોય તેમના માટે ગોળ નથી. જોકે રોજ થોડો થોડો ખાવ તો તેનાથી એકમદ વજન નથી વધી જતું. પરંતુ જો તમે વધુ પડતો ગોળ ખાતા હોવ તો વજન વધી શકે છે. તેમાં સુગર અને કાર્બ્સ ખૂબ વધુ પ્રમાણમં હોય છે. ભલે તેમાં પોષક તત્વો વધુ પ્રમાણમાં છે પરંતુ જો ડાયેટિંગ પર હશો અને ગોળ ખાતા હશો તો ડાયેટિંગનો કશો ફરક નહીં પડે.

લોહીમાં સુગરનું પ્રમાણ વધારે
ભલે ખાંડ કરતા ગોળ સારો જ ઓપ્શન છે પરંતુ જો તમે વધુ પડતું સેવન કરો છો તો બ્લડ સુગરની લેવલ વધવાની પૂરી શક્યતા છે. પ્રત્યેક 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ ભાગ સુગરનો હોય છે.
પેટમાં કૃમિ થવાની શક્યતા વધે છે

જો ગોળને યોગ્ય રીતે પકાવવામાં ન આવ્યો હોય તો પેટમાં કૃમિ થવાની શક્યતા વધે છે. ગોળ મોટાભાગે ગામડાઓમાં અને અનહાજેનિક કંડિશનમાં બનાવવામાં આવતો હોય છે. જેના કારણે તેમાં ઘણીવાર માઈક્રોબ્સ હોય છે જે ઘણાના બોડી અને હેલ્થને અસરકર્તા બને છે તો કેટલાકને તેનાથી કોઈ અસર થતી નથી.

અપચો થઈ શકે

જો તાજો ગોળ ખાવામં આવે તો કેટલાકને ઝાડા થઈ જાય છે જ્યારે કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે ફ્રેશ ગોળ ખાવાથી તેમને કબજીયાત થઈ જાય છે. આમ દરેક પર તેની અસર જુદી જુદી થાય છે.

નાકોડી ફૂટે છે

ગોળ પ્રકૃત્તિથી ગરમ ખોરાક હોવાથી જો ઉનાળામાં ખાવામાં આવે તો ક્યારેક નાકોડી ફૂટવાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે નાકમાંથી તમને લોહી વહે છે. માટે ખાસ કરીને ઉનાળામાં વધુ પડતો ગોળ ખાવો જોઈએ નહીં.

અમુક હેલ્થ સમસ્યા વધારી શકે

ગોળ મોટાભાગે રીફાઇન્ડ નથી હોતો અને તેમાં ઘણા મોટા પ્રમાણમાં સુક્રોઝ હોય છે. તેથી જો તમને સંધિવા જેવી સમસ્યા હોય તો તમારે ગોળ ભૂલથી પણ ન ખાવો જોઈએ. અભ્યાસ મુજબ સુક્રોઝ શરીરના ઓમેગા-3 ફેટ સાથે રીએક્શન કરે છે જેના કારણે શરીરમાં દુખાવો અને બળતરા વધે છે.

Comments

comments

VOTING POLL