વન પ્લેનેટ સિટી ચેલેન્જ એવોર્ડ માટે રાજકોટ મહાપાલિકાની પસંદગી

September 10, 2018 at 3:44 pm


વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (ડબલ્યુ.ડબલ્યુ.એફ.) દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે વૈિશ્વક સ્તરે વિવિધ શહેરો દ્વારા લેવામાં આવી રહેલા પગલાઆેનું પ્રતિ વર્ષ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે જેમાં બેસ્ટ કામગીરી કરનાર શહેરોને વિશેષ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના વાતાવરણમાં ઉત્સજીર્ત થતા કાર્બનના પ્રમાણમાં ઘટાડો કરવા માટે જે પ્રયાસો થયા છે તેની વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા થઇ છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા 2017-18ના વર્ષ માટે યોજાયેલી વન પ્લેનેટ સિટી ચેલેન્જ 2017-18 એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરીના ગહન મૂલ્યાંકન બાદ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવેલ છે. અમેરિકાના સાન ફ્રાિન્સસ્કો ખાતે તા. 12-9-2018ના રોજ માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની આ એવોર્ડ સ્વીકારશે.

રાજકોટ શહેર અને મહાનગરપાલિકા માટે આ અત્યંત ગૌરવની એવી આ બાબત વિશે વાત કરતા મેયર શ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 2017-18 ના વર્ષ માટેની વન પ્લેનેટ સિટી ચેલેન્જ માં 23 રાષ્ટ્રાેના 132 શહેરોએ ભાગ લીધો હતો. આ તમામ એન્ટ્રીઝનું મૂલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા 22 શહેરોની વન પ્લેનેટ સિટી ચેલેન્જ ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ( ડબલ્યુ.ડબલ્યુ.એફ.) દ્વારા વન પ્લેનેટ સિટી ચેલેન્જ નો ગ્લોબલ એવોર્ડ વિતરણ સમારોહ આગામી તા. 12-સપ્ટેમ્બર, 2018 ના રોજ સાન ફ્રાિન્સસ્કો (અમેરિકા) ખાતે આયોજિત ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટ દરમ્યાન યોજવામાં આવનાર છે.

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, રાજકોટ શહેરમાં કલાઈમેટ ચેન્જની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા પગલાંઆેમાં ખાસ કરીને રાજકોટને ક્લાઈમેટ રેસીલીયંટ સિટી બનાવવા પર ભાર મુકવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં થઇ રહેલ પ્રદુષણની માત્રા કેવી રીતે જાણવી તથા શહેરોમાં થઇ રહેલ વિવિધ પ્રયાસો કે જેના દ્વારા પ્રદુષણ આેછું કરી શકાય તથા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગે મહાનગરપાલિકા સતત જાગૃત છે. રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જન ઘટાડવા શહેરની આશરે તમામ 60,000 જેટલી સોડીયમ લાઈટો એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરેલ છે તેમજ ક્રમશઃ વધુ ને વધુ સંકુલોમાં સોલાર એનજીર્નો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આ બંને બાબતોને ધ્યાને લઈને ઉપરોક્ત એવોર્ડ માટે રાજકોટ શહેરની પસંદગી થઇ છે. આ ઉપરાંત વોટર મેનેજમેન્ટ અને સુએઝ વોટર મેનજમેન્ટ ક્ષેત્રના વર્તમાન અને ભાવી પ્રાેજેક્ટની રુપરેખા પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે. સાથોસાથ રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ટીપી શાખા દ્વારા બાંધકામ પ્લાનની મંજુરી આપતી વખતે પર્યાવરણ સંબંધી મુદ્દાઆે અંગે જે કાર્યવાહી થાય છે તેની પણ નાેંધ લેવામાં આવી રહી છે. તો વળી, રાજકોટ મહાનગરપાલિકાએ બી.આર.ટી.એસ. અને આર.એમ.ટી.એસ., બેટરી આેપરેટેડ િવ્હકલ, તેમજ વેસ્ટ ટુ કમ્પોસ્ટ માટે હાથ ધારેલી કામગીરીની પણ સરાહના થઇ છે.

તેમણે વિશેષમાં ઉમેર્યું કે, રાજકોટ સનેઃ2008 થી ઇકલી જેવા ગ્લોબલ નેટવર્ક સાથે સંકળાયેલું છે અને તેના પરિણામે રાજકોટને ટેકનીકલ સહાયતા મળતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા રાજકોટ મહાનગરપાલિકાની ક્ષમતામાં વૃિÙ થઈ છે. ઇકલીના સાથ સહકારથી રાજકોટ મહાનગરપાલિકાને વિશ્વના અન્ય શહેરોના વિકાસ કાર્યો તેમજ રીસર્ચના અનુભવનો લાભ પ્રાપ્ત થઇ રહ્યાે છે. ઉપરાંત સીટી એડમિનિસ્ટ્રેશનના ક્ષમતા વર્ધન, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એનજીર્્ એફીશીયન્સીની દિશામાં વધુ અસરકારક કાર્ય કરવા માટે મહાનગરપાલિકાને પ્રાેત્સાહન પ્રાપ્ત થઇ રહેલ છે.

Comments

comments