વરતેજ જીઆઇડીસીમાં પરપ્રાંતિય મહિલાની હત્યાના મામલે પોલીસે બેને ઉઠાવી લીધા

February 10, 2018 at 3:14 pm


માથાના ભાગે બોથડ પદાથર્ના ઘા ઝીકી હત્યા નિપજાવેલી હાલતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ઃ હત્યાનો ભેદ સાંજ સુધીમાં ઉકેલાઇ જવાની પોલીસની શકયતા

ભાવનગર શહેર નજીકના વરતેજમાં આવેલી જી.આઇ.ડી.સી.માં રહેતી પરપ્રાંતિય મહિલાની હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવતા વરતેજ પોલીસે દોડી જઇ મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અથ£ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં બે શકદારોને પોલીસે ઉઠાવી લઇ પુછપરછ હાથ ધરી હતી અને પરપ્રાંતિય મહિલાની હત્યાનો ભેદ સાંજ સુધીમાં ભેદ ઉકેલાઇ જશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
વરતેજ પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે પરપ્રાંતિય મહિલાની હત્યા કરાયેલી હાલતે મૃતદેહ પડéાે હોવાની જાણ થતા વરતેજ પોલીસનાં જે.પી.ગઢવી સહિતના કાફલાએ દોડી જઇ મૃતક મહિલાના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ અથ£ વરતેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં મહિલાના માથાના ભાગે બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા કરાઇ હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન પોલીસે હાથ ધરેલી જીણવટભરી તપાસમાં મુળ બિહારના નુરંગીયા જીલ્લાે પશ્ચિમ ચંપારણની અને હાલ વરતેજ જી.આઇ.ડી.સી.માં રહેતી સંજનાદેવી ગોપીકીશન સુધઇમાજી મહંતો (ઉ.વ.30)ની હોવાનું ખુલ્યું હતું.દરમ્યાનમાં આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ ગોપીકીશન સુધઇમાજી મહંતો (ઉ.વ.આ.32)નાએ વરતેજ પોલીસ મથકમાં નાેંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બે શકદારોને ઉઠાવી લીધા હતા અને બન્ને શખ્સોની આકરી પુછપરછ હાથ ધરી હતી. વધુમાં પરપ્રાંતિય મહિલાની હત્યાનો ભેદ સાંજ સુધીમાં ઉકેલાઇ જવાની શકયતા વરતેજ પોલીસે વ્યકત કરી હતી. દરમ્યાન ફરિયાદી ગોપીકીશન મહંતોનો ભાણેજ છેલ્લા એક પખવાડીયાથી તેના ઘરે આવતો હોય અને ફરિયાદીની મૃતક પિત્ન સંજનાદેવી સાથે આડા સબંધ હોવાનો અને જેને લઇ સંજનાદેવીની હત્યા કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL