વરસાદમાં મસાલાને આ રીતે સાચવો

July 13, 2018 at 6:12 pm


મસાલાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થતો જ હોય છે. કેટલાક મસાલા એવા હોય છે જે ક્યારેક જ અમુક વાનગીઓમાં જ ઉપયોગમાં લેવાય છે. આવા મસાલાની કાળજી વધારે રાખવી પડે છે. કેવી રીતે સાચવવા આ મસાલા તે ટીપ્સ આજે તમને જાણવા મળશે…

વરસાદની ઋતુમાં મસાલાને ખુલ્લા ન રાખવા. આ ઉપરાંત તેને જરૂર પુરતાં નાના ડબ્બામાં કાઢી લેવા અને પછી ફરીથી સારી રીતે પેક કરી દેવા જોઈએ જેથી તે ખરાબ ન થઈ જાય.

મસાલાને શક્ય હોય ત્યાં સુધી કાચની બરણીમાં જ ભરીને રાખવા. ઘણા લોકો મસાલાને ફ્રીઝમાં રાખતાં હોય છે આમ પણ ન કરવું જોઈએ. મલાસા ફ્રીઝમાં રાખવાથી તેનો સ્વાદ ખતમ થઈ જાય છે.

Comments

comments

VOTING POLL