વરસાદી નુકસાનના સર્વે માટે તલાટીઆે, ગ્રામ સેવકોને કામે લગાડાશેઃ કેબિનેટનો નિર્ણય

July 26, 2018 at 11:56 am


રાજ્યમાં પડેલા ભારે વરસાદના પરિણામે અમરેલી, પોરબંદર, ગિરસોમનાથ, જૂનાગઢ, વલસાડ, ભાવનગર જિલ્લામાં પાણીએ વ્યાપક તારાજી સજીર્ હતી. આ ભારે વરસાદના પરિણામે ખેતી, ખેડૂત અને જાનમાલને વ્યાપક નુકસાની થવા પામી છે. પાણી આેસરતા જાનમાલના સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા માટે છેલ્લા બે દિવસથી સચિવાલયમાં બેઠકોનો દૌર ચાલી રહ્યાે છે. ગઈકાલે કેબિનેટની બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં આકાશી સર્વેના બદલે ગ્રાઉન્ડ સર્વે કરવામાં આવશે. રાજ્યમાં પાક વીમો આપનારી ચારેય કંપનીઆે સાથે પણ બેઠકોનો દૌર ચલાવવામાં આવ્યો હતો જેમાં પાક વીમાના સર્વેમાં ગ્રામ સેવકો, તલાટી ફૌજને કામે લગાડાશે.
ગઈકાલે કેબિદેટની બેઠક બાદ કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ વચ્ચે તાકિદની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કેટલાક મુદાઆે હાથ પર લેવામાં આવ્યા હતા. રાજ્યમાં ઈºસ્યોરન્સ કંપની દ્વારા પાક વીમાની ચૂકવણી માટે બેત્રણ મુદે બે બાબતો પર મામલો અટકયો હતો. જેમાં આ આફતને સમગ્ર રાજ્યની આફત ગણવી કે નિર્ધારિત વિસ્તાર ઉપરાંત સર્વેયરોની ખૂબ આેછી સંખ્યા હોવાથી ગ્રામસેવકો અને ખેડૂતો જ પોતાના ખેતરની સ્થિતિના ફોટા રજૂ કરીને પાક વીમા માટે રજૂ કરે તે મુદે સહમતી સાધવામાં આવી હતી.
કૃષિ વિભાગના ઉચ્ચ સૂત્રોનું માનીએ તો રાજ્યનાં જુદા જુદા જિલ્લાઆેમાં મુખ્યત્વે ચાર વીમા કંપનીઆે પાક વિમાની કામગીરી કરે છે ખેડૂતો પાસેથી વસૂલવામાં આવેલા પ્રિમિયમ ઉપરાંત જમીન ધોવાણ અને પાક વીમાની રકમને લઈને કેટલીક મડાગાંઠો છે તેનો ઉકેલ આવતાની સાથે એક સપ્તાહમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. પાક વીમાનું કામ કરતી વીમા કંપની પાસે સમર્થકોની મોટી ખોટ છે તેને લક્ષમાં લઈને ગ્રામસેવકોની ફૌજને કામે લગાડવામાં આવનાર છે.
રાજ્ય સરકારે અગાઉ ડ્રાેનની મદદથી સર્વે કરવાનું નક્કી કર્યુ હતું પરંતુ ખેડૂતો દ્વારા ડ્રાેન સર્વેમાં જમીનની હકીકત મેળવવી દુષ્કર છે ખરાં અર્થમાં સર્વે કરવો હોય તો જમીનની સર્વે જ હાથ ધરવો પડે તેમ છે વલસાડ, અમરેલી, જૂનાગઢ, ડાંગ, ગિર સોમનાથ જિલ્લાઆેમાં વ્યાપક તારાજી થવા પામી છે વરસેલી આકાશી આફતના પરિણામે ટૂંક સમયમાં સર્વેની કામગીરીને મંજૂરી આપવામાં આવશે એક સપ્તાહમાં કામકાજ સંપન્ન કરવાનો નિર્ણય લેવાયો છે.

Comments

comments

VOTING POLL