વરસામેડીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

April 20, 2019 at 9:19 am


અંજાર તાલુકાના વરસામેડીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની મળતી વિગતો મુજબ મૂળ આસામના અને હાલે વરસામેડી બાગેશ્રી સોસાયટીમાં રહેતા યુવાને આરોપી નવીન ઉમેદ જાગડા (રહે. બાગેશ્રી સોસાયટી વરસામેડી), સંદિપ સતવરસિંહ જાગડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, પોતાની સગીર વયની દિકરીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ મળતી વિગતો મુજબ ફરિયાદીની પત્ની બિમાર હોય પોતાના વતન આસામ જતો રહ્યો હતો ત્યારે આરોપી નવીન જાગડાએ તેને ગાંધીધામમાં સારો ડોકટર છે તેમ વરસામેડી પોતાના ઘરે આશરો આપ્યો હતો. દરમિયાન તેની દિકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આરોપી સંદિપ જાગડાએ તેની મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments