વરસામેડી નજીક ગેરકાયદે માટીનું ખનન કરતાં ત્રણ સામે ફરિયાદ

April 15, 2019 at 9:47 am


અંજાર તાલુકાના વરસામેડી સીમમાં ગેરકાયદે માટીનું ખનન કરતાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી રપ.૩૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપીઓને પણ ઝડપી પાડયા હતા.
આ બનાવની મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના વરસામેડી સીમમાં પડતર જમીનમાં ધના કરણા રબારી, ધના સામત રબારી અને શંકર પબા રબારી ગેરકાયદે રોયલ્ટી વગર માટીનું ખનન કરી ખનિજ ચોરી તેમજ તેની હેરફેર કરી માટી આશરે ૧ર ટન કિ.રૂ. ર૪ હજાર, જેસીબી, ડમ્પર, ત્રણ મોબાઈલ સહીત રપ.૩૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન ત્રણેય આરોપીને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments