વરૂણ ધવન ટુંક સમયમાં જ લગ્ન કરે તેવી પૂરી સંભાવના

August 18, 2018 at 6:32 pm


હાલમાં બાેલિવુડમાં અનેક કલાકારોના લગ્નને લઇને સમાચારો વારંવાર આવી રહયા છે. એકબાજુ જ્યાં બાેલિવુડની ફેવરીટ જોડી રણવીર િંસહ અને દિપિકાના લગ્નના હેવાલ આવી રહ્યાા છે. બીજી બાજુ હવે હેવાલ આવ્યા છે કે વરૂણ ધવન પણ ટુંક સમયમાં જ લગ્ન કરનાર છે. યુવા પેઢીમાં લોકપ્રિયતા મેળવી રહેલો વરૂણ ધવન પણ લગ્ન કરવા માટેની તૈયારીમાં છે. વરૂણ ધવને પાેતે આ અંગેની વાત કરી છે. તેનુ કહેવુ છે કે તેના લગ્નમા પણ વધારે સમય રહ્યાાે નથી. વરૂણ ધવન ટુંક સમયમાં જ સુઇ ધાગા નામની ફિલ્મમાં એક પરિણિત પુરૂષની ભૂમિકામાં નજરે પડનાર છે. અસલ લાઇફમાં તેના લગ્નને લઇને શુ સમાચાર છે તે અંગે પુછવામાં આવતા વરૂણે કહ્યાુ હતુ કે તે ટુંક સમયમાં જ લગ્ન કરનાર છે. વરૂણ ધવન વારંવાર તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે નજરે પડે છે. જેથી તેમના લગ્નને લઇને અટકળો ચાલી રહી છે. હાલમાં લગ્નના સમાચારો ચાલી રહ્યાા છે. એકબાજુ દિપિકા અને રણવીર િંસહ ઇટાલીમાં લગ્ન કરનાર છે. કબીર બેદીએ તાે તેમને શુભકામના પણ આપી દીધી છે. બાજુ હોલિવુડમાં પાેતાની એિંક્ટગથી ડંકો વગાડી ચુકેલી પ્રિયંકા ચોપડા પણ અમેરિકી બાેયફ્રેન્ડ નિક જોનસની સાથે લગ્ન કરવા માટેની તૈયારીમાં છે. નિક હાલમાં ભારત આવ્યો છે. સગાઇની પ્રક્રિયા હવે પૂર્ણ થઇ હોવાના હેવાલ પણ આવી ચુક્યા છે.
થોડાક સપ્તાહ પહેલા પ્રિયંકા એક કાર્યક્રમમાં પાેતાની સગાઇ અંગેની રિંગ સાથે નજરે પડી હતી. બીજી બાજુ રણબીર કપુર અને આલિયા ભટ્ટ વચ્ચેના લગ્નના સમાચાર પણ બાેલિવુડમાં શરૂ થઇ ગયા છે. જો કે હજુ સુધી તમામ બાબતાે સ્પષ્ટ થઇ રહી નથી.

Comments

comments

VOTING POLL