વર્તુ -2 ડેમ 98 ટકા ભરાતા પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના 14 ગામડાઆે ઉપર જોખમ

September 16, 2019 at 2:35 pm


વર્તુ -2 ડેમ 98 ટકા ભરાતા પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના 14 ગામડાઆે ઉપર જોખમ સજાર્યું છે તેથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી નદીના પટથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે.
વતુર્-2 ડેમ સાઈટના અધિકારીએ જણાવ્યું છે કે પોરબંદરના ઈશ્વરીયા ગામ પાસે આવેલ વર્તુ-2 ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાથી અને તે 98 ટકા ભરાઈ ગયો હોવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તેથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના 14 ગામો ઈશ્વરીયા, ઝારેરા, ભોમીયાવદર, પારાવાડા, ફટાણા, શીગડા, મોરાણા, મીયાણી, સોઢાણા, ગાંધવી, ગોરાણા, હર્ષદ, રાવલ અને રાણપરાના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા તથા ઢોર-ઢાંખરને પટમાં નહી લઈ જવા સુચના અપાઈ છે.

Comments

comments