વર્લ્ડ કપની ટીમની આજે જાહેરાત: 14 ખેલાડીઓ નક્કી, પંદરમા પ્લેયરના નામનો ઇન્તેજાર

April 15, 2019 at 10:25 am


આગામી 30મી મેથી ઇંગ્લેન્ડમાં રમાનારા વન-ડેના 12મા વર્લ્ડ કપ માટે આજે મુંબઈમાં બપોરે ભારતના 15 ખેલાડીઓવાળી ટીમ જાહેર કરવામાં આવશે. 15માંથી 14 ખેલાડીઓના નામ લગભગ નક્કી જ છે અને સિલેક્ટરો દ્વારા ફક્ત 15મા ખેલાડીની શોધ ચાલી રહી છે. આજે એમએસકે પ્રસાદની આગેવાની ધરાવતી ભારતીય ક્રિકેટ સિલેક્શન કમિટીમાં દેવાંગ ગાંધી, જતીન પરાંજપે, ગગન ખોડા અને સંદીપ સિંહનો સમાવેશ છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પહેલી વાર ટેસ્ટ-શ્રેણી જીતી એને પગલે ક્રિકેટ બોર્ડે દરેક સિલેક્ટર માટે 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

આ પસંદગીકારો આજે ખાસ કરીને પંદરમા ખેલાડીની શોધ પર ખાસ ચચર્િ કરશે. મહેન્દ્રસિંહ ધોની ટીમનો મુખ્ય વિકેટકીપર-બેટ્સમેન છે અને તેના સહાયક તરીકે બીજો વિકેટકીપર-બેટ્સમેન સિલેક્ટ કરવો કે નહીં, વધારાનો પેસ બોલર ટીમમાં સમાવવો કે નહીં અને વધારાના કોઈ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનને લેવો એના પર ચચર્િ કરશે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી વન-ડે શ્રેણી વખતે જ વિરાટે સંકેત આપી દીધો હતો કે વર્લ્ડ કપ માટે 14 ખેલાડીઓ લગભગ નક્કી જેવા જ છે. વધારાના વિકેટકીપર-બેટ્સમેન તરીકે રિષભ પંતને કે દિનેશ કાર્તિકને લેવો એની આજે પસંદગી કરાશે. ટુનર્મિેન્ટ દરમિયાન ધોની ઈજા પામશે તો જ એ સહાયક વિકેટકીપરને રમવા મળશે.

યુવાન પંતે આઇપીએલમાં અત્યાર સુધીમાં 222 રન બનાવ્યા છે, જ્યારે કાર્તિકના ફક્ત 93 રન છે. આ સ્થિતિમાં પંત આજની પસંદગી માટે ફેવરિટ જણાય છે. તે લેફ્ટ-હેન્ડર છે અને ધોનીની ગેરહાજરીમાં ઓપનિંગમાં કે સાતમા નંબર પર બેટિંગ કરશે. સ્પ્નિરોની બોલિંગ સામે પંતની વિકેટકીપિંગ થોડી નબળી છે, પરંતુ છેલ્લા 12 મહિનામાં કાર્તિકે પણ જોઈએ એવો સારો પર્ફોર્મન્સ નથી બતાવ્યો. લોકેશ રાહુલ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબનો વિકેટકીપર છે અને તેણે 8 મેચમાં 335 રન બનાવ્યા છે. એ જોતાં વિકેટકીપર તરીકે પંત અને કાર્તિકની તુલનામાં તેનો ઘોડો આગળ જણાય છે. રાહુલ ત્રીજા ઓપ્નર તરીકેનો પણ સારો વિકલ્પ બની શકશે. જોકે, અત્યારે ટી-ટ્વેન્ટીમાં ચમકતા પંત અને રાહુલમાંથી કોણ ખેલાડી 50 ઓવરની વન-ડેમાં ચમકી શકે એના પર પણ પસંદગીકારો ચચર્િ કરશે. જોકે, રાહુલનું નામ 14 નક્કી ખેલાડીઓમાં લેવાય છે.

સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે આજે અંબાતી રાયુડુને લેવામાં આવે તો પણ નવાઈ નહીં લાગે. તેના ઉપરાંત શ્રેયસ ઐયર (221 રન)ની પસંદગી કરાય તો નવાઈ નહીં. જોકે, ઑલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા અને કેદાર જાધવ ઉપરાંત વિજય શંકરનું નામ પણ બોલાય છે. ટીમમાં ચોથા સ્પેશિયાલિસ્ટ પેસ બોલર તરીકે કોને પસંદ કરવો એ સિલેક્ટરો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. ઉમેશ યાદવ સતત સારું નથી રમ્યો અને લેફ્ટ-આર્મ પેસ બોલર ખલીલ એહમદે પણ ખાસ કંઈ પરિપકવતા નથી દેખાડી. ઇશાંત શમર્િ ઇંગ્લેન્ડમાંના અગાઉના પર્ફોર્મન્સને આધારે સિલેક્ટ થાય તો નવાઈ નહીં. નવદીપ સૈની જેવો નવો ફાસ્ટ બોલર પણ પસંદગીને પાત્ર છે, જ્યારે પાવરપ્લેના સ્પેશિયાલિસ્ટ બોલર તરીકે જાણીતા દીપક ચહરને પણ સિલેક્ટરો સરપ્રાઇઝ આપે તો નવાઈ નહીં લાગે.

ભારતની સંભવિત વર્લ્ડ કપ ટીમ
14 નક્કી ખેલાડીઓ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), શિખર ધવન, લોકેશ રાહુલ, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, વિજય શંકર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્ર્વર કુમાર અને મોહંમદ શમી.
15 ખેલાડી માટેના વિકલ્પો (કોઈ પણ એક): (1) રિષભ પંત અથવા દિનેશ કાર્તિક (બીજો વિકેટકીપર-બેટ્સમેન) (2) અંબાતી રાયુડુ અથવા શ્રેયસ ઐયર (સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન) (3) ઉમેશ યાદવ, ખલીલ એહમદ, ઇશાંત શમર્,િ દીપક ચહર અથવા નવદીપ સૈની (ચોથો પેસ બોલર).

Comments

comments