વર્લ્ડ નંબર વન કોહલી ઍન્ડ કંપ્ની બ્રિટિશરોનો 1000માં ટેસ્ટની મજા બગાડવાની પેરવીમાં

August 1, 2018 at 10:49 am


બંને રાષ્ટ્ર વચ્ચે અહીં પહેલી ટેસ્ટ મેચથી શરૂ થતી નવી ક્રિકેટ શ્રેણીમાં ભારત નબળો દેખાવ કરનારી ટીમના પોતાના માટેના મહેણાને દૂર કરવા અને ઈંગ્લેન્ડની ટીમ તાજેતરમાં ઘરઆંગણે પોતાની થયેલી પડતીને રોકવાનો પૂરો પ્રયાસ કરશે.
એજબેસ્ટનના મેદાન પરની આ મેચ ઈંગ્લેન્ડની 1000મી ટેસ્ટ હશે અને આયોજક રાષ્ટ્રની ટીમનો જલસો રોકવાનો ઉપાય વિશ્ર્વની સર્વોચ્ચ ક્રમની ભારતની ટીમના હાથમાં છે.
ભારતે છેલ્લી વેળા ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી 2007માં રાહુલ દ્રવિડના સુકાન હેઠળ જીતી હતી અને તે સિદ્ધિની બરાબરી કરવા વિરાટ કોહલી અને તેના સાથી ખેલાડીઓનું કાર્ય સહેલું ન હશે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારત 2011 અને 2014માં શ્રેણીમાં અનુક્રમે 4-0 અને 3-1ના તફાવતે થયેલા પરાજય સાથે નિષ્ફળ ગયું હતું. હકીકતમાં ભારતે ઈંગ્લેન્ડમાં આજ દિવસ સુધી રમેલી કુલ 57 ટેસ્ટ મેચમાંથી ફક્ત છ જીતી છે. કેપ્ટન કોહલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રી બંનેએ ત્રીજી પસંદગીના ઓપનિંગ બેટ્સમેન તરીકે રાહુલે તેના મોકા માટે રાહ જોવી પડશે, પણ તેના ફોર્મથી આકષર્ઈિ ટીમમાં કદાચ તેની પસંદગી થઈ શકે છે.
બીજી તરફ, શિખર ધવન બે દાવમાં કુલ ફક્ત ચાર બોલ રમ્યો હતો અને બંને વેળા શૂન્યમાં આઉટ થયો હતો. ચેતેશ્ર્વર પૂજારાનું બેટિંગ ફોર્મ પણ ચિંતા ઉપજાવે છે અને તે આ ઉનાળામાં હજી સુધી એકેય અડધી સદી નોંધાવી શક્યો નથી તથા યોર્કશાયર કાઉન્ટી વતી છ મેચમાં રમી તેણે કુલ ફક્ત 172 રન કરવા સાથે 14.33 રનની સરેરાશ મેળવી છે. બોલિંગમાં પણ રવિચંદ્રન અશ્ર્વિન અને ઈશાંત શમર્િ કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો અનુભવ ધરાવતા હોવાથી ભારતની વર્તમાન ટીમ ઈંગ્લેન્ડનો પડકાર ઝીલવા આ વેળા વધુ તૈયાર લાગે છે. ઈંગ્લેન્ડમાં છેલ્લા કેટલાક દિવસનું ગરમ હવામાન હવે રહ્યું નથી અને બર્મિંગહામની હવામાં ઠંડક અનુભવાય છે.
શહેરમાં ગયા શનિવારથી ભારે વરસાદ પડ્યો છે અને મેદાન ભીનું થઈ ગયું હતું. આ કારણે કોહલી તેની ટીમમાં ફક્ત એક સ્પ્નિર ઈચ્છશે અને વરિષ્ઠતા તથા અનુભવના આધારે અશ્ર્વિનની કુલદીપ યાદવ પહેલા પસંદગીની આશા કરાય છે અને રવીન્દ્ર જાડેજા ત્રીજી પસંદગી બનશે. જાડેજા કહે છે, અત્યારે એકમાત્ર ભારત એવો દેશ છે જે ઇંગ્લેન્ડને એની ધરતી પર હરાવી શકે એમ છે. ઘણા દેશો પાસે તેમના પીઢ બોલરોની નિવૃત્તિ પછી અત્યારે જોઈએ એવો બોલિંગ-પાવર નથી, પણ ભારત પાસે છે.
ઈંગ્લેન્ડ કુલદીપ સામે રમવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે અને રૂટ સિવાય તેના ઉપલા ક્રમના બેટ્સમેનોએ તે ડાબોડી સ્પ્નિરનો સામનો કર્યો નથી. ઇંગ્લિશ ઇલેવનમાં મોઇનના સમાવેશની અપેક્ષા હતી, પરંતુ તેના સ્થાને આદિલ રશીદને સ્થાન અપાયું છે. મોઈને 2014માં ભારત સામે કુલ 14 વિકેટ ઝડપી હતી.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, કે. એલ. રાહુલ, ચેતેશ્ર્વર પૂજારા, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રિષભ પંત, કરુન નાયર, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શમર્,િ ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહંમદ શમી, જસપ્રીત બુમરાહ.
ઈંગ્લેન્ડ ઇલેવન: જો રૂટ (કેપ્ટન), એલસ્ટર કૂક, કીટન જેનિંગ્સ, જહોની બેરસ્ટોવ, જોસ બટલર, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, આદિલ રશીદ, જેમી પોર્ટર, સેમ કરન, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ.

Comments

comments

VOTING POLL