વર્લ્ડ હેરિટેજ સિટીનો અમદાવાદને મળેલો દંજો ખતરામાં

July 19, 2019 at 11:20 am


શહેરના કોટ વિસ્તારને વર્લ્ડ હેરિટેજ સિટીનો મળ્યાને 2 વર્ષ થઈ ગયા ત્યારે શહેર પોતાની આ વૈશ્વિક ધરોહર અને વિરાસતની જાળવણીમાં ગંભીર ખતરાનો સામો કરી રહ્યું છે. હેરિટેજ કન્વર્ઝન કમિટી દ્વારા આ મામલે લાલ ઝંડી બતાવવામાં આવી છે. હેરિટેજ કન્વર્ઝન કમિટીસ્થાનિક સ્તરે વિરાસતોની જાળવણી અંગેનું ધ્યાન રાખતી સ્વતંત્ર સંસ્થા છે. 27 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ કમિટીની મિટિંગમાં કહેવામાં આવ્યું હતું કે જો આ ધરોહરોને જાળવણી માટે તાત્કાલીક ધોરણે ગેરકાયદેસર બાંધકામ સહિતની પ્રવૃિત્તઆેને રોકવામાં નહી આવે તો મોટું નુકસાન થશે.

હવે આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગની ટીમ દ્વારા શહેરના વર્લ્ડ હેરિટેજમાં આવતા કોટ વિસ્તારની આવી કુલ 489 પ્રાેપર્ટીઝનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જે પૈકી 38 ઈમારતો જે એક વિરાસત હતી તેને તોડી પાડવામાં આવી છે. જ્યારે 11 એવી જગ્યા છે જ્યાં હવે ફક્ત ખાલી પ્લોટ્સ જ છે. તો બીજા એવા 50 કિસ્સા સામે આવ્યા હતા જેમાં વર્લ્ડ હેરિટેજ ઈમારતોને મોર્ડન બનાવી દેવામાં આવી છે. જ્યારે 34 કિસ્સામાં જાળવણીના અભાવે આવી ધરોહર સમી ઈમારતો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. જેથી સરેરાશ જોવામાં આવે તો શહેરની વૈશ્વિક ધરોહર ગણવામાં આવેલ કુલ ઇમારતો અને જગ્યાઆે પૈકી 30% પ્રાેપર્ટીઝ બિસ્માર હાલતમાં છે કે પછી તેનું નામોનિશાન મટી ગયું છે.

સૂત્રો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ આવી 1700 જેટલી નાેંધાયેલી પ્રાેપર્ટી અને બાંધકામનું સર્વે કરી રહી છે. ત્યારે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તોડી પાડવામાં આવેલ અથવા તો દૂર કરવામાં આવેલ વૈશ્વિક ધરોહર સમાન પ્રાેપર્ટી કે ઇમારત અથવા બાંધકામની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળી શકે છે. હેરિટેજ કન્વર્ઝન કમિટીની મીટિંગ દરમિયાન જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઆેએ જણાવ્યું હતું કે શહેરની 10% વૈશ્વિક ધરોહર મિલકતો સંપૂર્ણ પણે નાશ પામી છે.

આ બેઠમાં કમિટીના ચેરમેન પી.કે ઘોશે માગણી કરી કે, શહેરની તમામ ઐતિહાસિક અને વૈશ્વિક ધરોહર મિલકતોનું સતત થોડા થોડા સમયે તપાસ અને ચકાસણી કરવામાં આવે જ્યારે આ મામલે શહેરના સેન્ટ્રલ ઝોનના ટાઉન ડેવલોપમેન્ટ આેફિસર રમેશ દેસાઈએ કહ્યું કે, ઘણા કિસ્સામાં લોકોને ખબર જ નહોતી કે તેમની પ્રાેપર્ટી વૈશ્વિક ધરોહર તરીકે લિસ્ટ કરવામાં આવી છે. જ્યારે એવા કિસ્સા કે જ્યાં ખાલી પ્લોટ જ બચ્યો છે અને ધરોહર સમાન ઈમારત સંપૂર્ણ પણે નાશ પામી છે તેવા કિસ્સામાં ફરી તેવું બિલ્ડીંગ બનાવવું અશક્ય છે કેમ કે આવી જગ્યાનો કોઈ મેપ કે પછી બિલ્ડીંગ પ્લાન ઉપલબ્ધ નથી.

શહેરના કોટ વિસ્તારમાં કુલ 2236 રહેણાંક મિલકતો અને 449 સંસ્થા ઇમારતો છે જેને વર્લ્ડ હેરિટેજ સિટી અંતર્ગત ગણવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 489 મિલકોતનું સર્વેક્ષણ કર્યા બાદ અને ગંભીર ખામીઆે નજર સામે આવ્યા બાદ હેરિટેજ કન્વર્ઝન કમિટી કમિટી દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા કે શહેરની બાકીની 1700વૈશ્વિક ધરોહર મિલકતોનું સર્વેક્ષણ પણ હેરિટેજ વિભાગ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટની ટીમ સાથે મળીને તાકીદે પૂર્ણ કરે.

Comments

comments

VOTING POLL