વર્ષ બાદ ફરી પ્રાચી દેસાઈ ટીવી પર કરશે કમબેક, જોવા મળશે એકતા કપૂરના શો ‘કવચ 2’ માં

January 17, 2019 at 8:15 pm


નાના પરદાની ક્વીન એકતા કપૂરની જાણીતી સીરિયલ ‘કસમ સે’માં મુખ્ય ભૂમિકા નિભાવીને દર્શકોના દિલોમાં પોતાની અલગ ઓળખ બનાવનાર પ્રાચી દેસાઈ ટીવીની દુનિયા છોડીને ફિલ્મો તરફ આગળ વધી હતી. જોકે હવે તે ફરી નાના પડદે 10 વર્ષ બાદ કમબેક કરી રહી છે.

પ્રાચીએ 2008માં ફિલ્મ ‘રોક ઓન’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ પ્રાચી ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ’ અને ‘બોલ બચ્ચન’માં જોવા મળી હતી. બાદમાં બોલિવૂડમાં તેને કોઈ ખાસ સફળતા મળી ન હતી. જોકે હવે પ્રાચી લગભગ 10 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે.

પ્રાચી તેની મિત્ર એકતા કપૂરના શો ‘કવચ’ની બીજી સિઝન દ્વારા ટીવી પર કમબેક કરશે. કવચ 2 કલર્સ ટીવીના લોકપ્રિય શો નાગિન 3ની જગ્યાએ શરૂ થશે. કહેવાય છે કે, પ્રાચીની સાથે આ શોમાં ટીવી સ્ટાર્સ રામ કપૂર અને સાક્ષી તંવર પણ જોવા મળશે. કલર્સ પર પ્રસારિત થયેલ ‘કવચ’ની પહેલી સિઝનમાં મોના સિંહ, વિવેક દહિયા અને મહક ચહલે કામ કર્યું હતું. ‘નાગિન 2’ની જગ્યા ‘કવચ’એ લીધી હતી. જેને ઘણી લોકપ્રિયતા મળી હતી. ત્યારે હવે એકતાનો આ નવો શો પણ નાનકડા પરદે લોકોનો ફેવરિટ બનશે તેવું લાગી રહ્યું છે.

Comments

comments

VOTING POLL