વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવા સરકાર કૃત નિશ્રયી, એગ્રો માર્કેટ ઉભા કરાશે

February 1, 2018 at 3:22 pm


Spread the love

ખેતપેદાશોના યોગ્ય ભાવ સાથે ખેડૂતોની આવક ડબલ કરવા સરકારે યુનિયન બજેટ 2018માં કેટલાંક ખાસ પગલાંની જોગવાઈ કરી છે. ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં ડબલ કરવા સરકાર એપીએમસી અને ખેડૂતો વચ્ચેની કડી ઉભી કરવા સરકાર 22000 રૂરલ માર્ટ ઉભા કરાશે. ખેત પેદાશોના યોગ્ય ભાવ મળે અને સરકાર ખેડૂતોના ઉત્પાદન ખર્ચથી વધું 50 ટકા ભાવ મળે તે દિશામાં કાર્ય કરશે. આ માટે સરકાર પોતે ખરીદી કરશે અથવા એવું ઈન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ઉભું કરશે તેમ જણાવવામાં આવ્યું છે.

અરુણ જેટલીએ કહ્યું હતું કે, સરકાર ભારતનો વિકાસ દર વાર્ષિક 8 ટકા સુધી લઈ જવા પ્રતિબદ્ધ છે. સરકાર યોગ્ય પાથ પર આગળ વધી રહી છે. વર્ષ 2022માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે સરકારે ખેડૂતોની આવક ડબલ કરવા પગલાં ભયર્િ છે. જેમાં કૃષિને લાભકારી બનાવવા માટે તેમની ઉત્પાદન ખર્ચથી 50 ટકા વધું ભાવ મળે તેવો સરકારનો પ્રયત્ન રહેશે. આ માટે સરકારે સંકલ્પ કરી ચૂકી છે. રવિપાક માટે સરકાર ઘોષણા કરી ચૂકી છે. અન્ય ખેત ઉત્પાદનની પડતર કિંમતના દોઢગણા ભાવ મળે તેમ સુનિશ્રિત કરવામાં આવશે. ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય જ વધારી દેવું તે જ પયર્પ્તિ નથી. આ માટે ખેડૂતોને મેક્સિમમ સેલિંગ પ્રાઈઝ(એમએસપી) મળે તે માટે સરકાર પોતે ખરીદી કરે અથવા કોઈ એવી વ્યવસ્થા કે ઈન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ઉભું કરે જેથી કરીને કૃષિ ઉત્પાદકોને મેક્સિમમ સેલિંગ પ્રાઈઝ મળે. 22000 રૂરલ માર્ટ ઉભા કરાશે. જેના દ્વારા મનરેગા તેમજ અન્ય સાથે જોડીને એગ્રિકલ્ચરલ માર્કેટ તેમજ એપીએમસીને જોડવામાં આવશે. એગ્રો માર્કેટ ડેવલપમેન્ટ ફંડ માટે સરકારે 2000 કરોડ ફાળવ્યા છે.