વોર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: રવીન્દ્ર, હાર્દિક, વિજય શંકરને તક

April 15, 2019 at 4:49 pm


બીસીસીઆઈ દ્રારા ઈંગ્લેન્ડમાં રમાનારા વલ્ર્ડકપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરી હતી. આજે પસદં થયેલી ટીમમાં રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા, વિજય શંકર સહિતનાને તક આપવામાં આવી હતી. આ ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે યારે વાઈસ કેપ્ટનની જવાબદારી રોહિત શર્મા સંભાળશે. ટીમમાં ત્રણ ફાસ્ટ અને ત્રણ સ્પીન બોલર ઉપરાંત ચાર ઓલરાઉન્ડરોને તક આપવામાં આવી છે.

બીસીસીઆઈ દ્રારા પસદં કરાયેલી ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શીખર ધવન, કે.એલ.રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્ર્વર કુમાર, જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી અને હાર્દિક પંડયાનો સમાવેશ થાય છે. આ ટીમમાં દિનેશ કાર્તિક અને ઋષભ પતં વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી હતી પરંતુ અંતે પસંદગીકારોએ અનુભવી દિનેશ કાર્તિક ઉપર પસંદગી ઉતારી છે.

બીજી બાજુ ઈંગ્લેન્ડની પીચથી વાકેફ એવા સૌરાષ્ટ્ર્રીયન રવીન્દ્ર જાડેજાને પણ ફરી એક વખત તક આપવામાં આવી છે તો વિજય શંકરના તાજેતરના પ્રદર્શન ઉપર પસંદગીકારોએ વિશ્ર્વાસ મુકયો છે.

Comments

comments

VOTING POLL