વસુંધરા સરકારના વાયદાઆે

November 29, 2018 at 2:43 pm


છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂરું થઇ ગયું છે અને હવે સૌની નજર રાજસ્થાનના મતદાન ઉપર કેિન્દ્રત થઇ છે. 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં મતદાન થવાનું છે. રાજસ્થાનમાં મધ્યપ્રદેશની જેમ જ ભાજપને એન્ટી Iકમબન્સીનો ડર સતાવી રહ્યાે છે. આમ તો વસુંધરા રાજેનો પાંચ વર્ષનો કાર્યકાળ કોઈ મોટા વિવાદ વગર પૂરો થઇ ગયો છે પણ આ વખતે કાેંગ્રેસ વધુ આક્રમક હોવાથી લડાઈ રસપ્રદ બની છે.

મતદારોને ચાંદ-સિતારા તોડી લાવવાના વચન આપવામાં આવી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાનું ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કર્યું છે. ભાજપે જાહેર કર્યું છે કે, અમે ગત ચૂંટણી ઘોષણા પત્રમાં 665 વાયદાઆે કર્યા હતાં, જેમાંથી 630 વાયદાઆે પુરા કર્યા છે. અમે રાજ્યમાં 7 મેડિકલ કોલેજ ખોલી છે અને વિદ્યાર્થીનીઆેને સ્કૂટી પણ આપી હતી.મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યું છે કે, જે સ્થળે પીવાનું પાણી નહતું, અમારી સરકારે ત્યાં પીવાનું પાણી પહાેંચાડવાનું કામ કર્યું છે. વસુંધરા રાજેએ કહ્યું કે, અમારી સરકારે ખેડૂતોનું 50 હજાર સુધીનું દેવું માફ કર્યું છે.

કાગળ ઉપર આ બધી વાતો જરુર સારી લાગે છે પણ કાેંગ્રેસ લોકોનું ધ્યાન વાસ્તવિકતા તરફ ખેંચી રહી છે અને વિકાસના દાવા ખોટા હોવાનો આરોપ મૂકી રહી છે. ભાજપે આ વખતે પણ વચનોની લ્હાણી કરી છે.

ભાજપે કહ્યું છે કે, જો આ સરકારને ફરીથી સત્તા ઉપર આવવાની તક મળશે તો પ્રત્યેક જિલ્લામાં યોગ ભવન બનાવવામાં આવશે, ખેડૂતો માટે ઋણ રાહત આયોગ બનાવશે, 6100 કરોડના ખર્ચે જવાઇ ડેમમાં પાણી છોડવામાં આવશે, શિક્ષિત બેરોજગારોને 5000 બેરોજગારી ભથ્થું આપવામાં આવશે, અરબ સાગરમાંથી પાણી લાવવામાં આવશે, ખેડૂતોની આવક બેગણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, ખજઙ ખરીદવાની પ્રqક્રયા અને સુØઢ, પારદશ} બનાવાશે.કૃષિ કેિન્દ્રત 250 કરોડ રુપિયાની ગ્રાણીણ સ્ટાર્ટ-અપ ફંડ બનાવશેગ્રામીણ ક્ષેત્રે રોજગારીની ગેરંટી (નરેગા)ની જેમ શહેરી રોજગાર ગેરંટી કાયદો બનાવશે, તમામ જિલ્લાને 4 લેન રાજસ્થાન માલા હાઇવે સાથે જોડાશે.રાજસ્થાન માલાથી 250થી વધારે વસ્તીના 100 ટકા ગામો રસ્તાઆે સાથે જોડાશે.યુનિવર્સલ હેલ્થ ઈન્શ્યોરન્સની દિશામાં ભામાશાહી યોજનાને વધારાશે.હવે જોવાનું એ રહે છે કે, રાજસ્થાનની જનતા કઈ દિશામાં જાય છે.

Comments

comments