વાંકાનેરઃ ચેક રિર્ટનમાં કેસમાં આરોપીને છ માસની કેદની સજા

July 19, 2019 at 11:01 am


વાંકાનેર શહેરના રહીશ ફરિયાદી જાવેદખાન ફકીરમામદ પઠાણે મિત્રના નાતે હાથ ઉછીની રકમ નુર આઈસ ફેકટરીવાળા અમીર નુરુદીન પટેલને આપેલ જયારે આ રકમ પરત કરવા આરોપીએ ફરિયાદીને રૂા.2.50 લાખનો ચેક આપેલ જે ચેક બેંકમાં વટાવવા નાખતા અપુરતા ભંડોળના કારણે ચેક પરત ફર્યો હતો. આ બાબતે આરોપી સામે વાંકાનેરની કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ³મેન્ટ એકટની કલમ 138 મુજબ ફરિયાદ થતાં આરોપીને કસુરવાર ઠરાવવામાં આવેલ છે.

બનાવની વિગત મુજબ ફરિયાદી જાવેદખાન પઠાણે રૂા.5 લાખ મિત્રના નાતે ઉછીના નુર આઈસ ફેકટરીવાળા અમીર નુરૂદીનને આપેલ અને આ રકમ આરોપીએ પરત ચુકવવા માટે ફરિયાદીને રૂા.2.50 લાખનો પંજાબ નેશનલ બેંક વાંકાનેર શાખાનો ચેક આપે. ચેક ફરિયાદીએ તેની બેંકમાં જમા કરાવવા આરોપીના ખાતામાં અપુરતુ ભંડોળ હોય જેથી ફરિયાદીએ વાંકાનેર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કેસની ટ્રાયલ ચાલતા આરોપી પક્ષ તથા ફરિયાદીના વકીલ સરફરાઝ પરાસરાની રજુઆતને ધ્યાને લઈ આરોપીને કોર્ટે કસુરવાર ઠરાવેલ છે અને વાંકાનેરની અદાલતના જજ એમ.સી.પટેલે આરોપી અમીર નુરૂદીનને છ માસની સાદી કેદની સજા ભોગવવાનું અને ફરિયાદીને રૂા.2.50 લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે.

Comments

comments

VOTING POLL