વાંકાનેરના તિથવા ગામે મોઢેશ્વરી માતાનું સ્થાનક ઉભું કરાશેઃ જન્માષ્ટમીએ ખાતમુહંર્ત

September 1, 2018 at 11:21 am


સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા સમસ્ત મોઢ સમાજના કુળદેવીનું સ્થાપક મોઢેરા છે. જયાં માં મોઢેશ્વરી બિરાજમાન છે. મોઢ સમાજને મોઢેરા સુધી માતાના દર્શને જવું પડે છે. ગુજરાતમાં વસતા મોઢ સમાજનાં અગ્રણીઆેએ એક થઈ વાંકાનેરના તિથવા ગામ ખાતે આવેલા ભગેશ્વર મહાદેવ મંદિર પાસે કુદરતી સૌદર્ય જેવા માહોલ વચ્ચે માં મહેશ્વરીનું સ્થાનક ઉભું કરવા સર્વ સમાજની સંમતિથી નિર્ણય લેવાયો છે. જે માટે આગામી જન્માષ્ટમીના દિવસે શુભ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવેલ છે. તો આ શુભ અવસરમાં સૌ મોઢ સમાજને ઉમટી પડવા માતંગી મોઢેશ્વરી-મોરબી દ્વારા આહવાન કરાયું છે.

મોઢેરા ખાતે બિરાજતા મા મોઢેશ્વરીનું સૌરાષ્ટ્રમાં આગમન થાય તેવી સમગ્ર ભકતજન સમુદાયની ઈચ્છા હતી. મોઢેશ્વરીનું પાવનકારી ધામ સૌરાષ્ટ્રની તપોભૂમિ પર ઉભા કરવા નકકી કરાયું હતું. જેમાં મોરબીની માતંગી મહેશ્વરી માતૃ સંસ્થાના કાર્યકરોએ અંગત રસ દાખવી આ ઉત્તમ કાર્યને પોતાનું કાર્ય ગણી ‘માનુ ધામ’ ઉભું કરવા મકકમતા દશાર્વી હતી અને તે દિશા તરફ આ મંડળના આગેવાનોએ પ્રયાણ કર્યુ હતું. લાંબા સમયથી આ સંસ્થા દ્વારા ચાલીર હેલી મહેનત રંગ લાવી હતી અને આજે માનુ ધામ ઉભું કરવાનો રૂડો અવસર આવી ગયો હતો.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તિથવા ગામ નજીક જડેશ્વર જતાં રોડ પર ભંગેશ્વર મહાદેવ મંદિર તથા ભીમનાથ મહાદેવ મંદિર અને ઉમાધામ વચ્ચે આવેલી જગ્યા પર માનુ ધામ ઉભું કરવાનું નકકી કરેલ છે. આ જગ્યા પર ચોતરફ કુદરતી સૌદર્ય પથરાયેલું છે. લીલીછમ વનરાજી ખીલી ઉઠી છે અને ખડખડ અવાજો સાથે પાણીના ઝરણા વહી રહ્યા છે. આવી સુંદર અને શાંત વિશાળ જગ્યામાં માનુ ધામ એવું મોઢેશ્વરી માતાજીનું મંદિર નિમાર્ણ પામનાર છે. ભકત સમુદાય એક વખત માના ધામની મુલાકાત લે તો ત્યાંથી જવાની ઈચ્છા ન થાય તેવો માહોલ ચોતરફ છવાયો છે. આવા સ્થળે માનુ ધામ ઉભું કરવાનો રૂડો અવસર આવસ પહાેંચ્યો છે.

આ સ્થળ પર મંદિર ઉભું કરવા માટે મુળ મોરબી હાલ પુના ખાતે રહેતા પ્રતિબેન ધર્મેન્દ્રભાઈ લાભશંકર જોષી પરિવાર દ્વારા ભૂમિદાન કરાયું છે જેથી આગામી તા.3ને સોમવારે જન્માષ્ટમી જેવા પવિત્ર દિવસે જોષી પરિવારના હસ્તે મંદિર બનાવવા માટે ભૂમિપૂજન, ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે મંદિર નિમાર્ણ માટે પુનાનો જોષી પરિવાર નિમિત બન્યાે છે. તેવી રીતે મોઢ સમાજના અગ્રણીઆે, દાતાઆે પણ આગળ આવી માના ધામને વિકસાવવા માટે સહભાગી બને તેવી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા આહવાન કરાયું છે. આ સંસ્થાના પ્રમુખ તરીકે ગીરધરભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે અંબરીષભાઈ ભટ્ટ, સુરેશભાઈ પંડયા, મહામંત્રી તરીકે શંશીકાન્તભાઈ દવે, સહમંત્રી તરીકે રમેશભાઈ જોષી, ખજાનચી તરીકે શાસ્ત્રીજી હિંમતલાલ જોષી, સભ્ય તરીકે અશોકભાઈ જોષી, જીજ્ઞેશભાઈ પંડયા, રમણીકભાઈ જાની, સુરેશભાઈ ત્રિવેદી, ભરતભાઈ ભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ, નલીનભાઈ પંડયા, પ્રવિણભાઈ પંડયા તથા અંબરીષભાઈ જોષી સેવા આપી રહ્યા છે. આ મંડળના તમામ સભ્યોએ સમસ્ત મોઢ સમાજને જન્માષ્ટમીના પાવન દિવસે માના ધામના ભૂમિપૂજન કાર્યમાં ઉપસ્થિત રહેવા આહવાન કરેલ છે.

Comments

comments

VOTING POLL