વાંકાનેરના પંચાસીયા ગામે તરૂણના હત્યારાની મધ્યપ્રદેશમાં તપાસ

August 25, 2018 at 11:49 am


વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે પોતાની પત્ની સાથે સહશયન માણી રહેલા તરૂણને મોતને ઘાટ ઉતારનાર આદિવાસી શખસને ઝડપી લેવા વાંકાનેર પોલીસે તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવ્યો છે.

મુળ મધ્યપ્રદેશના જાંબુખેડા ગામના વતની કરમસિંહ ભીલનો 13 વર્ષનો પુત્ર બબલુ ગત તા.20ના રોજ ગાયબ થઈ જતાં તેની સાથે પંચાસીયા ગામે વાડીમાં રહેતા સંબંધી વૈરાંગ કબુ ભેડાએ તેના પિતા કરમસિંહને જાણ કરી હતી. જો કે, ત્યાં પણ તેનો કોઈ પત્તાે મળ્યો ન હતો.

દરમિયાનમાં બહાર આવેલી વિગતો મુજબ ગત તા.20ના રોજ બબલુ અને વૈરાંગ પંચાસીયા ગામે આવેલી ભુરાસિંહ દેહાડીયા ઠાકોરની વાડીએ જમવા ગયા હતા. ભોજન બાદ બબલુ, વૈરાંગ, ભુરો અને તેની પત્ની સવિતા ગંજીપત્તા રમવા બેઠા હતા. રાત્રીના 12 વાગે વૈરાંગ વાડીની અગાશીએ તથા બબલુ ભુરા અને તેની પત્ની સાથે વાડીની આેરડીમાં સુતા હતા. ભુરાની પત્ની સવિતાએ પોલીસને જણાવ્યા મુજબ મધરાત્રે બબલુ અને પોતાને ભુરો કઢંગી હાલતમાં જોઈ જતાં ઉશ્કેરાઈને ભુરાએ બબલુને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બનાવના દિવસથી ભુરો ગાયબ હોવાથી પોલીસની શંકા પ્રબળ બની હતી. પોલીસે તેને ઝડપી લેવા ટંકારાના લજાઈ ગામે રહેતી તેની બેનને ત્યાં પણ તપાસ કરી હતી. જો કે, તે મળી આવ્યો ન હતો. ત્યારે હવે ભુરો વતનમાં નાસી ગયો હોવાની શંકાના આધારે પોલીસે મધ્યપ્રદેશ સુધી દોર લંબાવ્યો છે.

Comments

comments