વાંકાનેરના સત્તાપર રોડ પર બાઇકની હડફેટે બાળકનું મોત

June 12, 2019 at 10:42 am


વાંકાનેર તાલકાના સતાપર ગામે પાંચ વર્ષના બાળકને મોટર સાઈકલે હડફેટે લેતા તેને ઈજાઓ પહોચી હતી અને મોટર સાઈકલ ચાલક નાશી ગયો હતો.બનાવ અંગે ઈજાગ્રસ્ત બાળકની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકના ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ અણીયારીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો પાંચ વર્ષનો દીકરો જોન પગપાળા ચાલીને જતો હોય ત્યારે પુરપાટ ઝડપે આવતા મોટર સાઇકલ ચાલક વિજયભાઈ નાગજીભાઈ ધરજીયાએ હડફેટે લેતા પાંચ વર્ષના બાળક જોનને ઈજાઓ પહોચાડીને મોટર સાઈકલ ચાલક નાશી ગયો હતો. જે બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા તેને તુરત સ્થળ પર આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો ભાવનાબનેને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

Comments

comments

VOTING POLL