વાંકાનેરમાં મહાવીર જન્મ કલ્યાણક અવસરે શોભાયાત્રા નીકળી

September 11, 2018 at 11:41 am


ભગવાન મહાવીરસ્વામીએ તેમના છેલ્લા ચાતુમાર્સ દરમિયાન પાવાપુરી તીર્થમાં વ્યાખ્યાન આપતા કહ્યું હતું કે ભવિષ્યમાં વિવેકશીલ નાગરિકો, સંયમશીલ નાગરિકો, પરાક્રમશીલ નાગરિકો, વ્રત-તપ શીલ નાગરિકો અને સાધમિર્ક ભિક્ત કરતાં નાગરિકો પાંચમા આરામ શોધવા બહુ મુશ્કેલ બનશે એમ વાંકાનેર તપગચ્છ જૈન સંઘમાં ચાતુમાર્સ કરી રહેલ 10 સાધ્વીજી મહારાજ સાહેબોના ગુરુવર્યશ્રી નિરૂપમાશ્રીજી મહારાજ સાહેબે મહાવીર સ્વામીનું જન્મવાંચન કરતા જણાવ્યું હતું.

જૈન શ્રાવક શ્રાવિકાઆેએ કઠણ એવા પાંચમા આરામા દાનધર્મ, આચારધર્મ, અનુશાસનધર્મ, ગુણધર્મ તથા સંયમ ધર્મનું પાલન કરતાં શ્રેષ્ઠ આરાધકો બનવા માટે ભગવાન મહાવીરની નિશ્રામાં જઈ, પર્યુષણમાં સાચા જિનધર્મી બનવાનું છે તેમ સાધ્વીજી ભગવંત નિરૂપમાશ્રીજીએ વ્યાખ્યાનમાં, કલ્પસૂત્રના પાંચમા દિવસના વાંચનમાં જણાવ્યું હતું.ભગવાન મહાવીરસ્વામીનું પારણું ઘેર પધરાવવાનો લાભ દોશી તારાચંદ રૂપચંદ પરિવારે લીધો હતો. ભગવાન મહાવીરસ્વામીની શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગોએ ફરી ત્યારે એક જºમ્યો રાજદુલારો, દુનિયાનો તારણહારો જેવા ભિક્ત સંગીતથી જૈનશ્રાવિકા બહેનોએ વાતાવરણને ગુંજતુ કર્યું હતું. પ્રમુખ પ્રવીણભાઈ દોશી, મુકુંદભાઈ દોશી, લલિતભાઈ મહેતા, રાજુભાઈ મહેતા, ભૂપતભાઈ મહેતા, નિલાબેન દોશી, જયશ્રીબેન દોશી તથા સામાયિક મહિલા મંડળના બહેનો સહિત મોટી સંખ્યામાં જૈનોએ આ શોભાયાત્રામાં જોડાયા હતા.

જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા શોભાયાત્રાના રૂટ ઉપર સરબત ઠંડા-પીણાની વ્યવસ્થા ઉભી કરી હતી. વરઘોડો શરૂ થતાં જ મેઘરાજા પણ શોભાયાત્રામાં જોડાયા હતા. વરસતા વરસાદ વચ્ચે પણ શરૂઆતથી પૂર્ણતા સુધી યાત્રામાં સામેલ સૌ સાથે રહ્યા હતા.

Comments

comments

VOTING POLL