વાંકાનેરમાં વ્હોરા પરિવાર રોજું ખોલવા ગયો’ને તસ્કરો ત્રાટકયાં: ૧૭.૫૦ લાખની ચોરી

May 18, 2019 at 11:40 am


વાંકાનેરમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. વાંકાનેરની જોષીફળી–વોરાવાડ શેરીમાં ગઈકાલે સાંજે ૭–૧૫થી ૮ વાગ્યા વચ્ચે વ્હોરા પરિવારના બધં મકાનના તાડા તોડી ઘરના કબાટના લોકર તોડી, તેમાં રાખેલ સોનાના ઘરેણા અને બે લાખની રોકડ મળી સતરલાખ પંચ્ચાસ હજારની માલમતા ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા પોલીસ તત્રં હરકતમાં આવ્યું હોય અને જિલ્લા પોલીસના અધિકારીઓ જુદી જુદી બ્રાન્ચના અધિકારીઓ શહેર પોલીસના પીઆઈ એમ.વી.ઝાલા સહિતનો પોલીસ કાફલો ચોરીના બનાવ સ્થળે દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી તસ્કરોનું પગેરૂ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેર પોલીસમાંથી પ્રા વિગત મુજબ વાંકાનેરની જોષીફળી–વોરાવાડ શેરી નં.૩માં રહેતા ફખરી ટીમ્બરવાળા ફરિયાદી હત્પશેનભાઈ મનસુરભાઈ મલકાણીનો પરિવાર રમઝાન માસ હોય સાંજે સવાસાત વાગ્યે સહ પરિવાર ઘરને તાળા મારી રોજુ ખોલવા મસ્જિદે ગયા હતા અને પોણી કલાકમાં એટલે કે આઠ વાગ્યે પરત આવતા ઘરની ડેલી ઉપર અને ઓસરીના ડોર ઉપર મારેલા તાળા તુટતા જોવા મળેલ સાથે મકાનના બન્ને રૂમમાં લાખડાના કબાટો ખુલ્લા અને લોકરો તુટેલા તેમજ વસ્તુઓ વેર વિખેર જોવા મળેલ લોકરમાં રાખેલ આશરે ૬૩૧ ગ્રામના સોનાના ઘરેણા અને રૂા.બે લાખ રોકડાની ચોરી થઈ ગયાનું જણાતા તુરતં શહેર પોલીસને જાણ કરતા પીઆઈ ઝાલા સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને સ્થળ નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી. ફરિયાદી હત્પશેનભાઈ ગલકારીએ પોલીસને જણાવ્યા અનુસાર પોતાના ઘરના કબાટના લોકરમાં તેમના પત્ની ફાતેમાબેન, માતા હમીદાબેન અને મૃતક મોટા કાકી દુબરાબેનના જુદા જુદા વજનના સોનાના ઘરેણા જેનું આશરે વઝન ૬૨૧ ગ્રામ જેની આશરે કિંમત ૧૫,૫૦૦૦ તેમજ રૂા. બે લાખ રોકડા મળી કુલ રૂા.૧૭,૫૦,૦૦૦ની કોઈ અજાણ્યા શખસો ઘરના દરવાજાના ઓસરીના તાળા તોડી કબાટ ખોલી અંદરના લોકર તોડી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે.
થોડા દિવસ પહેલા પણ જીઆઈડીસી પંચાસર રોડ ઉપર એક કારખાનામાંથી લાખો રૂપિયાના કોપર વાયરની ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાય છે. તેના તસ્કરો પોલીસને હજુ સુધી હાથ લાગ્યા નથી ત્યાં ગઈકાલે તસ્કરો વ્હોરા પરિવારના ઘરમાં ત્રાટકી સાડાસતર લાખનો દલ્લો ચોરી નાસી છૂટતા લોકોમાં ભયની લાગણી ફેલા, છે અને પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવી રહ્યા છે

Comments

comments

VOTING POLL