વાઈબ્રન્ટ સમિટ શરૂ થતાં પૂર્વે રિટેલ સરકાર ટ્રેડ પોલિસી લાવશે

August 30, 2018 at 11:06 am


2015થી રાજ્યના વેપારીઆે જેની માગ કરી રહ્યા છે તે રિટેલ ટ્રેડ પોલિસી આ વર્ષના અંત સુધીમાં જાહેર થવાની સંભાવના છે. ગુજરાત સરકારે બુધવારે રાજ્યના 20થી વધુ વેપારી એસોસિએશનોના પ્રતિનિધિઆે સાથે એક બેઠક કરી હતી અને રિટેલ ટ્રેડ પોલિસી વિશે ચર્ચા કરી હતી. વેપારી પ્રતિનિધિઆે વધારાનાં સૂચનો આપે ત્યારબાદ પોલિસી નકકી કરવામાં આવશે.

રિટેલ ટ્રેડ પોલિસી માટે માંગ કરનારા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે, સરકારે નવેસરથી રિટેડ ટ્રેડ પોલિસી ઘડવાની પ્રક્રિયા હાથ ધરી છે અને તેના માટે બુધવારે બેઠક યોજવામાં આવી હતી. ઉદ્યાેગ વિભાગ રિટેલ વેપારીઆે માટે ઘણા સુધારા કરવા માંગે છે. ઉદ્યાેગો માટે જેમ ઉદ્યાેગ કમિશનર હોય છે તે પ્રકારે રિટેલ વેપારીઆે માટે ટ્રેડ કમિશનરનો હોદ્દાે ઉભો કરવામાં આવે તેવી અમારી માંગ છે. ઉપરાંત પોલિસી બનાવવામાં અને અમલીકરણમાં ઈઝ આેફ ડુIગ બિઝનેશ સુનિશ્ચિત કરવું જોઈએ. ગાંધીનગર ખાતે ઉદ્યાેગ કમિશનર મમતા વમાર્ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સહિત રાજ્યની તમામ મોટી ચેમ્બરના પ્રતિનિધિઆે હાજર રહ્યા હતાં. તન્નાએ જણાવ્યું હતું કે, ગુમાસ્તાધારાને નાબૂદ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ છે. જોકે, સરકારે હાલમાં ગુમાસ્તાધારાને નાબૂદ કરવાના બદલે તેમાં સુધારા કરવાનું જણાવ્યું છે પરંતુ અમે એવી માંગ કરી છે કે નવથી આેછા વ્યિક્તનો સ્ટાફ ધરાવનારા વેપારીઆેને પ્રાેફેશ્નલ ટેકસ નાબૂદ કરવો જોઈએ અથવા તો તેના માટે ટર્નઆેવર અને પગારની મર્યાદા વધારવી જોઈએ. પેકેજડ કોમોડિટીમાં ખામી હોય તો રિટેલ વેપારીના બદલે ઉત્પાદક સામે કાર્યવાહી થવી જોઈએ.

વેપારી પ્રતિનિધિઆેએ એવું પણ સૂચન કર્યુ હતું કે, જે પ્રકારે ઉદ્યાેગોને જીઆઈડીસીમાં રાહત દરે જમીન આપવામાં આવે છે તે પ્રકારે નવા ડેવલપમેન્ટમાં કે ટીપીમાં ખાસ રિટેલ એન્ટરટેઈનમેન્ટ ઝોન ઉભા કરવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધપ્રદેશ અને દિલ્હીમાં રિટેલ વેપારીઆે માટે ખાસ પોલિસી લાવવામાં આવી છે.

Comments

comments

VOTING POLL