વાગડમાં વરસાદ ખેંચાતા કફોડી હાલત

July 29, 2018 at 9:04 pm


ખેડૂતાે પશુપાલકોમાં ચિંતાનું મોજું ઃ પાંજરાપાેળમાં પશુઆે વધારે પણ ઘાસચારાની અછત સરકારી જાહેરાત માત્ર કાગળ પર

આ વષેૅ કચ્છ જિલ્લામાં હજુ સુધી વરસાદ થયો નથી અને જે થયો છે તે માત્ર નામ પુરતાે ત્યારે કચ્છની અને વાગડની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કેનાલ સાડા ત્રણ મહિના સુધી બંધ રહી હતી અને બે-ત્રણ દિવસથી પીવાના પાણી માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.

પરંતુ રાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે દોઢ લાખથી વધુ પશુધન છે અને અનેક ખેડૂતાે ખેતી કરી આજીવિકા રળી રહ્યાા છે ત્યારે વાગડની અને કચ્છની સાૈથી મોટી પાંજરાપાેળ એટલે રાપર પાંજરાપાેળ કે જેમાં અંદાજે 8પ97 પશુઆે છે જેમાં ગાય ર303, બળદ 188, આખલા 9ર4, વાછરડાં ર497, ભેંસ 107ર, વાછરડીઆે 1166, પાડા 107ર ?ટ, ર ઘેટાંબકરા, 36પ પાડી, 10નાે નિભાવ થઈ રહ્યાાે છે જેના માટે દરરોજના સવા લાખ કિલો ઘાસચારાની જરૂરીયાત છે તાે દરરોજનાે સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ ખર્ચ થાય છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતની સબસીડી આપવામાં આવી નથી અને નથી હજુ સુધી ઘાસ આપવામાં આવ્યું નથી. સંસ્થાના પ્રમુખ નવિનભાઈ મોરબીયાએ જણાવ્યું હતું કે, અત્યારે સ્થાનિક ખેડૂતાે પાસેથી 170નાે ચાલીસ કિલો ઘાસચારો મળતાે નથી તાે ઘાસચારા માટે ગુજરાત, રાજસ્થાન, ડિસા, અંજાર સહિતના વિસ્તારમાંથી માેંઘાભાવે ખરીદી કરીને પશુઆેનાે નિભાવ કરી રહી છે તાે સંસ્થાના મહામંત્રી વસંતભાઈ સંઘવી અને મંત્રી વિપુલ મહેતા કહે છે કે, મુખ્યમંત્રીએ માંડવી ખાતે કચ્છની પાંજરાપાેળોને ઘાસચારો આપવામાં આવશે આવ્યો ખરો પરંતુ અપુરતા પ્રમાણમાં એકવાર પશુદીઠ અડધો કિલો આવે તાે ભાગ્યશાળી છે રાપર પાંજરાપાેળ દ્વારા પાબુસરી, બકનાવીડ અને નગાસર પાસે એમ ત્રણ સ્થળે પશુઆે રાખવામાં આયા છે.

તાે રાપર, પદમપર, આડેસર, રવેચી સહિતના પાંજરાપાેળ, ગાૈશાળામાં મળીને વીસ હજારથી વધુ પશુધન ઘાસચારા માટે વલખાં મારી રહ્યાા છે. જો આગામી સમયમાં સરકાર દ્વારા સબસીડી કે ઘાસચારાની વ્યવસ્થા નહીં થાય તાે પરિસ્થિતિ કઠીન થશે.

પિસ્તાલીસ વર્ષ અગાઉ વેલજીભાઈ મહેતાના પ્રમુખપદે શરૂ કરવામાં આવેલ રાપર પાંજરાપાેળની સ્થિતિ કફોડી બની છે અને તાત્કાલીક ધોરણે તંત્ર દ્વારા ઘાસચારો અને સબસીડીની જાહેરાત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નાેટબંધી અને જીએસટી બાદ પાંજરાપાેળને દાતાઆેનાે સહયોગ અપુરતા પ્રમાણમાં મળી રહ્યું છે. રાપર તાલુકામાં પશુધન અને ખેતી આધારીત છે આ તાલુકામાં અન્ય કોઈ આવકનુ સાધન નથી છતાં વાગડના રીઢા રાજકીય પક્ષોના નેતાઆે એક પણ હરફ ઉચારતા નથી. તે કરમની કઠણાઈ છે. પાંજરાપાેળોમાં દરરોજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સાેથી વધુ પશુ આવી રહ્યાા છે જેમાં ચાલીસ તાે રાપરમાં આવે છે. ધરતીપુત્રોએ ધરતી ખેડી છે પરંતુ આભમાં કોઈ પણ પ્રકારના મેઘાના મંડાણ નથી. રાપર મામલતદાર કચેરી દ્વારા રાપર તાલુકામાં ઘાસડેપાે શરૂ કરવા માટે દરખાસ્ત સરકારમાં કરવામાં આવી છે જેમાં રાપર, ચિત્રોડ, ફતેગઢ, લોદ્રાણીની છે તેમ નાયબ મામલતદાર મહેશ ઠક્કરે જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી ઘાસનું એક પણ તણખલુ નથી આવ્યું. માત્ર સરકારી જાહેરાતથી માલધારીને હરખ થયો છે તે નાેંધવું જરૂરી છે.

Comments

comments