વાગશે પિગી ચોપ્સ-દિપુના લગ્નના ઢોલ, ડિઝાઈન કરાશે એકસ્ટ્રા ઓર્ડિનરી ડ્રેસીસ, ડિઝાઈનર કોણ?………

November 3, 2018 at 8:47 pm


ચુલબુલી એકટ્રેસ અનુષ્કા શર્માના લગ્નની શરણાઈ બાદ હવે પિગી ચોપ્સ એટલે કે બોલિવુડની હોટેસ્ટ એકટ્રેસ પ્રિયંકા ચોપરા અને લાખો લોકોના દિલો પર રાજ કરનારી દિપુ એટલે કે દિપીકા પાદુકોણના લગ્નના ઢોલ વાગવાની તૈયારીઓ ચાલી રહી છે….વર્ષ 2018માં લગ્નની મોસમ બોલિવુડમાં ફૂલીફાલી હોય તેમ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, બાદમાં સોનમ કપૂર અને આનંદ આહુજા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા….અને હવે દીપિકા પાદુકોણ અને રણવિર સિંહ તેમજ પ્રિયંકા ચોપરા અને નિક જોન્સન લગ્ન કરવા જઈ રહ્યા છે….. પ્રિયંકાના લગ્નના ઢોલ ડિસેમ્બરમાં વાગશે તો નવેમ્બર એટલે કે આજ મહિનાની 14-15 તારીખે દીપિકાના લગ્ન થવાના છે…..જો કે સત્તાવાર રીતે બંનેએ પોતાના લગ્નની તારીખોની જાહેરાત કરેલ નથી પરંતુ આ બંને હોટ એકટ્રેસે પોતાના એકસ્ટ્રા ઓર્ડિનરી ડિઝાઈનર ડ્રેસીસ બનાવવાનું કામ સોંપી દીધું છે….જે તદ્દન અલગ જ હશે……અને ડિઝાઈનર પરિધાન સાથે આ બંને દુલ્હનો મહેકી ઉઠશે….

બોલિવુડમાં તમામ એકટ્રેસીસના ડિઝાઈનર ડ્રેસ માટે મનિષ મલ્હોત્રા ફેમસ છે…..પરંતુ હવે ડિઝાઈનર સબ્યાસાચીની ફેમસનેસ વધી જાય તેવું કહેવું જરાપણ ખોટું નથી કેમકે આ બંને મોસ્ટ બ્યુટીફૂલ એકટ્રેસ સબ્યાસાચી પાસે પોતાના ડ્રેસ ડિઝાઈન કરાવી રહી છે…..અને ડિઝાઈનરને બેસ્ટમાં બેસ્ટ બ્રાઈડલ વેર ડિઝાઈન કરવા અભિનેત્રીઓએ જણાવેલ છે…..આ ઉપરાંત અનેક ડિઝાઈનરો ફેમસ છે જેમકે અબૂ જાની, સંદીપ ખોસલા તેમજ અનામિકા ખન્ના, મનિષ મલ્હોત્રા…..તો અન્ય કોઈ ફંકશનમાં આ એકટ્રેસિસ આવા બીજા કોઈ ડિઝાઈનરે ડિઝાઈન કરેલ ડ્રેસ પર પણ પોતાની પસંદગી ઉતારે તેવી શકયતા છે…..

આમ, બોલિવુડમાં અત્યારથી જ લોકો દિપુ-પિયુના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે…….ત્યારે આ બંને ગોર્જીયસ એકટ્રેસની ડિઝાઈનર સબ્યાસાચી સૌ કોઈમાં છવાયેલી રહેશે તેમ કહીએ તો પણ ચાલે……..

Comments

comments

VOTING POLL