વાડ્રાના લંડનના બંગલાનું કનેકશન ગુજરાત સાથે નીકળ્યું

February 11, 2019 at 10:47 am


ઇ.ડી.ના અધિકારીઆેએ રોબર્ટ વાડ્રાની લંડનમાં આવેલી બેનામી સંપિત્તની ખરીદી અંગે વધુ એક ધડાકો કર્યો છે અને એમ કહ્યું છે કે, વાડ્રાએ સેમસંગ કંપનીની દલાલીમાંથી મેળવેલી રકમ દ્વારા લંડનમાં ઘર ખરીÛું છે. રોબર્ટ વાડ્રાથી ત્રણ દિવસ સુધી પૂછપરછ કરનાર ઈ.ડી.ના વરિષ્ઠ અધિકારીએ એમ કüંુ છે કે, લંડનમાં મોટું ઘર વાડ્રાનું છે અને કોરિયાની કંપની સેમસંગ એન્જિનિયરિ»ગ તરફથી તેને જે દલાલી મળી હતી તેનું આ પરિણામ છે. લંડનમાં 12 બ્રાયન્સ્ટન સ્કવેર નામના એરિયામાં વાડ્રાનો આ બંગલો આવેલો છે.

ગુજરાતના દાહેજ ખાતે બનનાર આેએનજીસીના એસઈઝેડથી જોડાયેલા કન્સ્ટ્રકશનનો કોન્ટ્રાકટ મળવાના બદલામાં વાડ્રાને દલાલીની રકમ આપવામાં આવી છે અને ઈ.ડી.ના અધિકારીઆે હવે આ પ્રકરણની તપાસ કરી રહ્યા છે. આ કોન્ટ્રાકટ કેવી રીતે મળ્યો તેને ઉંડાણમાં જવાના છે.

અધિકારીઆેએ કહ્યું છે કે, સેમસંગ એન્જિનિયરિ»ગ કંપનીને 2008ના ડિસેમ્બરમાં દાહેજમાં બનનાર એસપીઝેડ માટે કોન્ટ્રાકટ મળ્યો હતો અને તેના 6 મહિના બાદ 2009 13મી જૂનના રોજ સેમસંગે સંજય ભંડારીની કંપની સેન્ટેકને 49.9 લાખ ડોલર આપ્યા હતા. આ રકમ 23.50 કરોડ જેટલી છે. સંજય ભંડારીએ ત્યારબાદ તેમાંથી 19 લાખ પાઉન્ડ એટલે કે 15 કરોડ રૂપિયા વોર્ટેકસ નામની કંપનીમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ઈ.ડી.નો દાવો છે કે, આ જ રૂપિયાનો ઉપયોગ લંડનમાં સંપિત્ત ખરીદવા માટે થયો છે. 2010માં ભંડારીના સંબંધી સુમિત ચંાએ આ સંપિત્તને રિપેરિ»ગ કરાવવા માટે વાડ્રાને ઈ-મેઈલ મોકલીને પરવાનગી માગી હતી અને ઈ-મેઈલમાં રિપેરિ»ગના રૂપિયાની વ્યવસ્થા કરવાનું પણ જણાવ્યું હતું અને તેનો જવાબ પણ વાડ્રાએ આપ્યો હતો અને વાડ્રાએ મનોજ અરોરાને તેની વ્યવસ્થા કરવાનું કહ્યું છે તેવો જવાબ આપ્યો હતો. આ બંગલાના રિપેરિ»ગ માટે 45 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ઈ.ડી.ના અધિકારીઆે પૂછપરછમાં આરોપી પાસેથી મૌખિક નહી પરંતુ લેખિતમાં જવાબ માગે છે અને વાડ્રા પાસેથી પણ એમણે લેખિતમાં જવાબો લીધા છે.

Comments

comments

VOTING POLL