‘વાયુ’માં ફસાયા ચીનના 10 જહાજ: ભારતની મદદ માગવી પડી

June 12, 2019 at 10:49 am


ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી છે. ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે.

એક તરફ ચીનના જહાજોએ ભારતના દરિયાકાંઠાની મદદ લીધી છે, તો બીજી બાજુ ભારતની વિમાન સેવા પણ પ્રભાવિત થઇ છે. ભારતીય વાયુસેનાનું એક વિમાન નવી દિલ્હીથી વિજયવાજા જઇ રહ્યું હતું, આ વિમાન એનડીઆરએફના 160 કર્મચારીઓને લેવા માટે વિજયવાડા જઇ રહ્યું હતું. તો વિમાન મારફતે એનડીઆરએફની એક ટુકડીને ગુજરાત પણ મોકલવામાં આવી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગર પર ઓછા દબાણનું વિસ્તાર બની ગયું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ વાયુ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જે આગામી 13 તારીખે ટકરાઇ શકે છે. તો ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ચક્રવાતી વાયુને પહોંચી વળવા માટે રિવ્યુ બેઠક પણ કરી તૈયારીઓનું સમીક્ષા કરી હતી.

Comments

comments

VOTING POLL