વાયુસેના-મોદીનાે ચારેબાજુ જય જયકાર : ખુશીનું મોજુ

February 26, 2019 at 8:17 pm


જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે બાર દિવસ પહેલાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ બનેલા 44 સીઆરપીએફ જવાનાેનાે બદલો લેવા ભારતીય વાયુસેનાએ બહુ બહાદુરીપૂર્વક અને જોરદાર વીરતા સાથે વહેલી પરોઢે પાકિસ્તાન પર હવાઇ હુમલા કરી સફળતાપૂર્વક સર્જિકલ સ્ટ્રાઇક કરી સેંકડો આંતકવાદી, કમાન્ડર અને આંતકી ટ્રેઇનરોનાે ખાત્મો બાેલાવી દેવાતાં ભારત, પાકિસ્તાન સહિત દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે, તાે બીજીબાજુ, ભારતીય વાયુસેનાના આ બાહોશ, વીરતાભર્યા અને શોર્ય પરાક્રમને લઇ ગુજરાત સહિત દેશભરમાં ચોતરફ જય જયકાર થઇ રહ્યાાે છે અને દેશનાે પ્રત્યેક નાગરિક દિલથી સેનાના જવાનને ગર્વભેર સલામી આપી રહ્યાાે છે. ભારતીય વાયુસેનાના દિલધડક આેપરેશન અને બહુ મદાૅનગી સાથેની સફળ સર્જિકલ સ્ટ્રાઇક બદલ સાૈકોઇ ભારતીય વાયુસેનાના આ જવાનાેને લાખ લાખ અભિનંદન પાઠવી રહ્યાા છે તાે, આજે વાયુસેનાના આ જવાનાેના શોર્ય અને વીરતાની ઉજવણી કરવા માટે અમદાવાદ સહિત ગુજરાતભરમાં અને સમગ્ર દેશભરમાં લોકો રીતસરના માગાેૅ પર ઉતરી આવ્યા હતા. દેશભરમાં લોકોમાં એક પ્રકારનાે જોરદાર ઉત્સાહ અને જોશનાે માહોલ છવાઇ ગયો છે. લોકો જાણે પુલવામાનું દુઃખ ભૂલી ભારતીય સેનાની વીરતાની ગાથા ગાવામાં અને તેની ઉજવણી કરવામાં મગ્ન બન્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં હોળી પહેલા દિવાળીનાે માહોલ છવાયો હતાે, નાગરિકોને સેનાના શોર્યની ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, કચ્છ-સાૈરા»ટ્ર સહિતના તમામ શહેરો અને જિલ્લા-તાલુકા કક્ષાએ સ્થાનિક નાગરિકો જેમાં મહિલા, બાળકો અને યુવાઆે તેમ જ વૃધ્ધો પણ સામેલ હતા, તે તમામ એકસંપ થઇ માગાેૅ પર ઉતરી આવ્યા હતા. મોટાભાગના લોકોના હાથમાં ભારતીય રા»ટ્રધ્વજ ત્રિરંગાે હતાે. તાે, ઢોલ-નગારા, ત્રાંસા સાથે વિશાળ રેલી નીકાળવામાં આવી હતી તાે, સેનાના જવાનાેની વીરતા અને શોર્યના માનમાં ગગનભેદી બ્યુગલ પણ ફૂંકવામાં આવ્યા હતા. ચોતરફ ભારતીય વાયુસેનાના વીર જવાનાેનાે જય જયકાર સંભળાતાે હતાે. સાૈકોઇ ભારતીય સેનાની મદાૅનગી અને તેમની વીરતાને ગર્વભરી સલામી આપતાં નજરે પડતા હતા. સને 1971 બાદ સાૈપ્રથમવાર ભારતીય વાયુસેના દ્વારા આટલુ મોટુ આેપરેશન પાર પડાયુ હોઇ નવી પેઢીમાં જોરદાર ઉત્સાહ, જોમ અને જોશ નજરે પડતા હતા. લોકોએ ફટાકડા ફોડી, દિવડાઆે પ્રગટાવી ધમાકેદાર રીતે ભારતીય વાયુસેનાના શોર્યની ઉજવણી કરી હતી. એટલું જ નહી, લોકોએ પાકિસ્તાનના પૂતળા બાળી તેના રા»ટ્રધ્વજને પણ બાળ્યો હતાે અને પાકિસ્તાન હાય..હાય…પાકિસ્તાન મુદાૅબાદના નારા લગાવ્યા હતા. ચોતરફ ભારતીય સેનાના માનમાં વિજયોત્સવ મનાવાયો હતાે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વાયુસેનાના જવાનાેના શોર્યને લઇ ખાસ કાર્યક્રમો યોજાયા હતા. લોકોએ પુલવામાના શહીદ જવાનાેનાે બદલો લેવા બદલ ભારતીય સેના ખાસ કરીને વાયુસેનાના જવાનાે અને દેશની સરકારનાે દિલથી આભાર માન્યાે હતાે. પુલવામાના હુમલાને આજે 12 દિવસ વીત્યા કે ભારતે એ જ દિવસે પાકિસ્તાન પર હુમલો કરી તેનું બારમુ, તેરમુ અને શોકસભા બધું પૂરું કરી નાંખ્યું. લોકસભાની ચૂંટણી પહેલાં પાકિસ્તાનમાં મોટી શોકસભા યોજાય તેવો માહોલ પેદા કરવાની લોકલાગણીને આખરે ભારતીય સેનાએ સાર્થક કરી બતાવી પાકિસ્તાનના ઘરમાં 80 કિલોમીટર અંદર ઘૂસી તેના આંતકીઆેનાે સફાયો કરી દુનિયાભરમાં ભારતની તાકાતનાે પરચો આÃયો છે, જે બહુ મોટી, ઐતિહાસિક અને ગર્વભરી વાત કહી શકાય.

Comments

comments