વાયુસેના ૧૫ ‘સારસ’ વિમાન ખરીદશે

February 22, 2018 at 10:50 am


વૈજ્ઞાનિક અને ઔધોગિક અનુસંધશન પરિષદ દ્રારા દેશમાં નિર્મિત નાગરિક વિમાન ‘સારસ’એ ગઈકાલે બેંગ્લોરના એચએએલ એરપોર્ટ પરથી બીજી સફળ ઉડાન ભરી હતી.
દરમિયાન વાયુસેનાએ ૧૫ સારસ વિમાનો ખરીદવા કટિબદ્ધતતા વ્યકત કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌધોગીકી મંત્રી ડો.હર્ષવર્ધને જાહેરાત કરી કે કેન્દ્ર સરકારની ઉડાન યોજના માટે ૧૯ સીટો ધરાવતું સારસ તૈયાર કરવામાં આવશે.
ડો.હર્ષવર્ધને કહ્યું કે ૨૦૦૯માં સારસના પરીક્ષણ દરમિયાન દૂર્ઘટના થયા બાદ યુપીએ સરકારે આ યોજનાને બધં કરી દીધી હતી પરંતુ મેક ઈન ઈન્ડિયાને ગતિ આપવા માટે મોદી સરકારે આ પરિયોજનાને માત્ર શરૂ જ કરી છે એટલું નહીં પરંતુ સારસને નવા સ્વરૂપમાં ઉતારવામાં પણ આવ્યું છે. તેમણે કહ્યું કે નાના શહેરોને જોડવા, પરિવહન અને સૈન્ય દળોને સારસ જેવા વિમાનોની ઘણી જરૂર છે

Comments

comments

VOTING POLL