‘વાયુ’ વાવાઝોડાના કારણે કાલે તમામ ઔધોગિક એકમો બધં રહેશે

June 12, 2019 at 4:58 pm


સંભવિત વાવાઝોડાને લીધે તત્રં એલર્ટ થઈ ગયું છે. શાળા–કોલેજો અને કલાસીસમાં બે દિવસ રજા જાહેર કરાઈ છે ત્યારે આવતીકાલે રાજકોટ શહેરની તમામ ઈન્ડસ્ટ્રીઝ પણ બધં રહેશે.
વાવાઝોડાની આગાહીને પગલે રાજકોટ આજી જીઆઈડીસી, શાપર–વેરાવળ તેમજ અન્ય ઔધોગિક એકમોમાં આવતીકાલે રજા રાખવા માટે તત્રં દ્રારા અપાયેલી સૂચનાના પગલે એસોસિએશને તમામ કારખાનેદારોને આ અંગે મેસેજ દ્રારા જાણ કરી દીધી છે.

રાજકોટ આજી જીઆઈડીસી આજી નદી કાંઠે આવેલી હોય અને આવતીકાલે વાવાઝોડાની અસર રાજકોટ પર હોવાથી કલેકટર તત્રં દ્રારા આજી જીઆઈડીસીના હોદ્દેદારોને તાકિદ કરવામાં આવી હતી કે કાલે તમામ કારખાનાઓ અને ફેકટરીઓ બધં રાખવામાં આવે. તકેદારીના પગલાંરૂપે આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા તમામ ફેકટરીઓને બધં રાખવા માટે એસોસિએશને કારખાનેદારોને જાણ કરી આપી છે.

આજી જીઆઈડીસીના પ્રમુખ જીવણભાઈ પટેલે જણાવ્યું હતું કે, જીઆઈડીસીમાં ૫૦૦ જેટલી ફેકટરી આવેલી છે. રાજકોટ પર ‘વાયુ’ નામનું વાવાઝોડું ઝળુંબતું હોય તકેદારીના ભાગે કારખાનાઓ બધં રાખવા નિર્ણય લેવાયો છે. આજે બુધવારના લીધે ઔધોગિક એકમોમાં રજા હોવાને કારણે સોશ્યલ મીડિયા અને મોબાઈલના માધ્યમથી બધં રાખવા માટે અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ શાપર–વેરાવળ ઈન્ડસ્ટ્રીઝના ત્રણ હજાર જેટલા એકમો પણ બધં રહેશે. ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કલેકટર તત્રં દ્રારા ફડ પેકેટ બનાવવાની જવાબદારી શાપર–વેરાવળ એસોસિએશનને સોંપાઈ હતી.

આ જવાબદારીને એસોસિએશને પાર પાડી છે. ૨૫ હજાર ફડ પેકેટો તૈયાર કરી તંત્રમાં મોકલાવી દેવાયા છે. આ ઉપરાંત સંભવિત વાવાઝોડાને પગલે સાવચેતીના ભાગરૂપે તમામ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટોને આવતીકાલે ફેકટરી બધં રાખવા માટે જાણ કરાઈ છે. શુક્રવારે ઈન્ડસ્ટ્રી બધં રાખવી કે કેમ તે અંગે આવનારી પરિસ્થિતિ પરથી નિર્ણય લેવામાં આવશે તેવું એસોસિએશને જણાવ્યું છે તેમજ આ ફેકટરીઓમાં રહેતા શ્રમિક વર્ગ માટે પણ ઔધોગિકારોએ વ્યવસ્થા ગોઠવી આપી છે

Comments

comments

VOTING POLL