વાયુ વાવાઝોડાને લઈ દીવનો, વેરાવળ, પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર, લોકોમાં ભયનો માહોલ

June 12, 2019 at 1:14 pm


દીવમાં વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દસ્તક દેશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે, ત્યારે વાવાઝોડાને લઇને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. સાથે જ પોરબંદર, વેરાવળ અને દીવનો દરીયો ગાંડોતૂર બનતા એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે.

Comments

comments

VOTING POLL