‘વાયુ’ વાવાઝોડા અંગે કચ્છનું વહીવટી તંત્ર સાબદુ

June 11, 2019 at 9:24 am


ગુજરાત ઉપર પ્રચંડ વાવાઝોડું આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે કચ્છનું વહીવટી તંત્ર પણ તમામ સ્તરે સાબદુ બની ગયું છે. કંડલા અને મુંદરા બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કાંઠાળા વિસ્તાર સહિતના કચ્છના તાલુકા મથકોએ વહીવટી તંત્રને તકેદારીના ભાગરૂપે સંબંધિત વિભાગાેને તાકીદ કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સજાૅયેલી સ્થિતિને ધ્યાને લઈ ગુજરાતના કાંઠાળા વિસ્તારમાં પ્રચંડ વાવાઝોડનાે ખતરો વ્યાપી રહ્યાાે છે ત્યારે કચ્છના દરિયાકાંઠા ગણાતા કંડલા, મુંદરા, માંડવી, જખૌ સહિતના વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને તકેદારી રાખવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત કંડલા અને મુંદરા બંદરે સાવચેતીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

Comments

comments

VOTING POLL