વારાણસીમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવશે વડાપ્રધાન મોદી કરોડોની રિટર્ન ગિફ્ટ આપશે

September 17, 2018 at 10:53 am


વડાપ્રધાન મંત્રી નરેંદ્ર મોદી આજથી બે દિવસીય વારાણસીના પ્રવાસે આવી રહ્યા છે. તે પોતાના 68મા જન્મદિવસ કાશીમાં ઉજવશે. આ દરમિયાન તે કાશીવાસીઆેને રિટર્ન ગિãટ તરીકે નવા પ્રાેજેક્ટ ભેટ સ્વરુપે શુભારંભ કરશે. પહેલીવાર પોતાનો જન્મદિવસ વારાણસી ઉજવવા જઇ રહેલા પીએમ મોદીનો આ પ્રવાસ ખાસ થવા જઇ રહ્યાે છે. પીએમ મોદી સોમવારે સાંજે 5ઃ00 વાગે બાબતપુર એરપોર્ટ પર ઉતરશે. નરઉર પ્રાથમિક વિદ્યાલયમાં 200 બાળકોની સાથે સંવાદ કરશે. 18 સપ્ટેબરના રોજ પીએમ સવારે સાડા નવ વાગે એમ્ફી થિએટર મેદાનમાં જનસભા સંબોધિત કરશે. બીજી તરફ જન્મદિવસની પૂર્વ સંધ્યા પર મુિસ્લમ મહિલાઆેએ કેક કાપીને સોહર ગાકર વડાપ્રધાનની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરશે.

547 કરોડના પ્રાેજેક્ટ

બીએચયૂમાં વૈદિક વિજ્ઞાન કેંદ્રનો શિલાન્યાસ કરશે. બીએચયૂમાં અટલ ઇન્કયૂબેટર સેન્ટરનું લોકાર્પણ પણ કરશે. પ્રજાપતિ સમાજના લોકોને માટીના વાસણ બનાવવા માટે ઇલેિક્ટ્રક સંચાલિત મશીનનનું વિતરણ કરશે. 362 કરોડની આઈપીડીએસ યોજના હેઠળ લોકાર્પણ કરવામાં આવશે. દીન દયાળ ગ્રામ જ્યોતિ યોજના હેઠળ 3722 મજરોનું લોકાર્પણ કરવા ઉપરાંત નાગેપુરમાં પેયજળ યોજનાનું લોકાર્પણ કરશે. બીએચયૂમાં રીઝનલ રીઝનલ નેત્ર ચિકિત્સા કેંદ્રનો પણ શિલાન્યાસ કરશે.

ભાજપની તરફથી વિશેષ આયોજન

68 સ્થાનો પર દીપોત્સવ હશે. 68 મંદિરોમાં દર્શન-પૂજનનું કાર્યક્રમ છે. 72 સ્થળો પર મેડિકલ કેપ લગાવવામાં આવશે. 90 સ્થળો પર સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવશે. 68 સ્થળો પર કેકક કાપવાની પણ યોજના છે. બધા ચોક શણગારવામાં આવશે. હરસેવાનંદ વિદ્યાલયમાં 5000 બાળકો સાથે પીએમ બાળપણની યાદો આધારિત ફિલ્મ ‘ચલો જીતે હૈ’ જોવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મોદીને શિલ્પકારોની અનોખી ભેટ

પીએમ મોદીને જન્મદિવસની ભેટ માટે વારાણસીના વણકરો અને શિલ્પીઆેએ પોટ્ર£ટ તૈયાર કર્યું છે. પંજા વીવિંગ ટેક્નોલોજીથી બનાવવામાં આવેલું આ પોટ્રેટ 15 દિવસમાં તૈયાર થયું છે. પ્યારેલાલ મૌર્યા જે એક શિલ્પી છે અને સ્ટેટ અવોડ} પણ છે. તેમણે આ પોટ્ર£ટ તૈયાર કર્યું છે. પોટ્રેટની ખૂબ જણાવાતાં વિશેષજ્ઞ કહે છે કે આ પોટ્રેટની લાઇફ લગભગ 50 વર્ષ છે અને આગળ-પાછળ બંને તરફથી આ જોઇ શકાય છે. મિઝાર્પુર હેંડ મેડ દરી જેને જીઆઇ સ્ટેટ્સ મળી ચૂક્યું છે. તેમનું આ વોલ હેગિંગ પોટ્રેટ છે.

Comments

comments

VOTING POLL