વાળંદે પૂછ્યા વિના મૂછ કાપી નાખી: મામલો પોલીસમાં પહોંચ્યો!

July 18, 2019 at 10:57 am


અહીં બનેલી વિચિત્ર ઘટનામાં અહીં રહેતો 35 વર્ષનો સ્થાનિક યુવાન રહેવાસી પૂછ્યા વગર વાળંદે તેની મૂછ કાપી નાખી એને પગલે ગુસ્સે થઈને ફરિયાદ કરવા પોલીસમાં પહોંચી ગયો હતો. કિરણ ઠાકુર નામના આ યુવાને દાવો કર્યો હતો કે સુનીલ લક્ષણે નામના વાળંદે તેની મંજૂરી વિના તેની મૂછ કાપી નાખી એને પગલે તે ગુસ્સે થયો હતો, પરંતુ લક્ષણેએ તેને ધમકી આપી હતી.

ઠાકુરે પોલીસને જણાવ્યું હતું કે તે ક્ધહાન વિસ્તારના ફ્રેન્ડ્સ જેન્ટ્સ પાર્લર સલૂનમાં વાળ કપાવવા તેમ જ દાઢી કરાવવા ગયો હતો ત્યારે વાળંદે તેને પૂછ્યા વગર તેની મૂછ કાપી નાખી હતી. ગુસ્સે થયેલા ઠાકુરે ઘરે પાછા આવ્યા બાદ લક્ષણેને ફોન કર્યો ત્યારે કહેવાય છે કે લક્ષણેએ તેની સાથે ધમકીભરી ભાષામાં વાત કરી હતી, એવું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.

પોલીસે ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ 507 (ફોજદારી ઉશ્કેરણી) હેઠળ બિન-દખલપાત્ર ગુનો (એનસી) નોંધ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
આ સલૂન ખાતે એક ગ્રાહકે કહ્યું હતું કે ભારતીય હવાઈ દળના બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વળવાળી મૂછને રાષ્ટ્રીય મૂછ તરીકે જાહેર કરવાની માગણી લોકસભામાં થઈ ચૂકી હોવાની જાણ કદાચ આ વાળંદને નહીં હોય. આ ગ્રાહકનું આવું કહેવા પાછળનું તાત્પર્ય એ હતું કે મૂછનું કેટલું મહત્ત્વ છે એનો પુરાવો લોકસભામાંની માગણી પરથી મળી શકે છે.

Comments

comments

VOTING POLL