વાળને ખરતા અટકાવવા કરો બસ આટલું…..

March 2, 2019 at 8:47 pm


દહીં એક એવી વસ્તુ છે જે ખાવા સાથે સાથે સૌંદર્ય પ્રોડક્ટ્સ માટે પણ વપરાય છે. લગભગ બધા ફેસ માસ્કમાં મિશ્રિત કરવામાં આવે છે. કદાચ તમને ખબર નથી કે દહીંના ઉપયોગથી વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યા પણ માત્ર થોડા જ દિવસમાં દૂર થાય છે.

તમારી સુંદરતા અને પર્સનલિટીને જાળવી રાખવા માટે દહીં સૌથી સસ્તો અને સારો ઉપાય છે. આજે અમે તમને વાળ માટે એવા હેરપૅક કહીએ છીએ જે ખૂબ ફાયદાકારક છે. દહીંના વાળપેકથી વાળનું ખરવાનું બંધ થાય છે અને સાથે સાથે સફેદ વાળની સમસ્યાઓ પણ હંમેશાં માટે દૂર થાય છે. ખરી રહેલા વાળને અટકાવવા માટે દહીં ખૂબ અસરકારક અને ઘરેલુંરીત છે. દહીંથી વાળ પોષણ મેળવે છે. તે વાળને મુલાયમ બનાવે છે અને સાથે સાથે વાળની ચમક પણ વધારે છે. આ ખોડાના નિયંત્રણમાં પણ મદદરૂપ થાય છે. તેના માટે વાળ ધોવાથી ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં નાખવું જોઈએ. જ્યારે વાળ સંપૂર્ણ રીતે સુકાઈ જાય પછી જ ધોવા જોઈએ.

દહીંમાસ્ક સૌથી ઉત્તમ ઈલાજ

વાળ માટે દહીંના માસ્ક બનાવવા માટે તમારે લગભગ 250 ગ્રામ થી 300 ગ્રામ સુધી દહીંની જરૂર છે. હવે તોડેલું એક એલોવેરા લો અને 2 ઇંડા લો. અને તેને એક સાથે મિશ્રણ કરો. હવે તમે આ બધાને કોઈ એક વાટકીમાં નાખો. હવે આ પેસ્ટને તમારા વાળમાં લગાવો. અને તેનું હલકા હાથે માલીસ કરો. આ પેસ્ટને અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવી શકો છો. તમે જાતે જ જોશો કે વાળ એકદમ મુલાયમ અને સારા થઈ ગયા હશે.

Comments

comments