વાળ અને ત્વચામાં આદુથી થતા જાદુ વિશે જાણો…..

June 10, 2019 at 11:33 am


આદૂમાં એવા પોષકતત્વ રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ છે. આદૂ વાળ, ત્વચાની સંભાળ માટે પણ ફાયદો કરે છે. તેના ગુણના કારણે એજિંગ, ખીલ, ત્વચાની બળતરા, ખોડો, ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. આદૂ ત્વતા માટે ખૂબ લાભકારી છે. આદુ વાળને લાંબા કરે છે. આદૂનો નિયમિત ઉપયોગ કરવાથી સ્કેલ્પમાં રક્ત પ્રવાહ વધે છે તેમજ વાળ મુલાયમ થાય છે. આદૂમાં ફોસ્ફોરસ, ઝિંક, વિટામિન્સ હોય છે જે રૂક્ષ વાળની ગુણવત્તા સુધારે છે. તો સાથે આદુ ખીલ અને ડાઘ દૂર કરવામાં પણ મદદરૂપ બંને છે. આદૂમાં ખીલ અને ડાઘ દૂર કરવાના પણ ગુણ હોય છે. તે રોમછિદ્રોને સાફ કરે છે અને મૃત કોશિકાઓને અને બેક્ટેરિયાને દૂર કરે છે જેથી ત્વચાના ડાઘ અને ખીલ દૂર થાય છે. ત્યારે વધતી ઉમર સાથે એજિંગની સમસ્યા પણ સતાવે છે તો આદૂમાં જે તત્વ હોય છે તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે અને તેનાથી બેજાન ત્વચા, ચહેરા પરની બારીક રેખા, કરચલીઓ દૂર થાય છે. આદુ ખોડો દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આદૂનું તેલ માથામાં નિયમિત લગાવવાથી ખોડો કાયમ માટે દૂર થઈ જાય છે.

Comments

comments

VOTING POLL