વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો બધં કરાશે

June 12, 2019 at 11:16 am


અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ ‘વાયુ’ વાવાઝોડાનું સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હોય આજે સાંજ સુધીમાં ત્રાટકે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે પિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્રારા વીજ પરિસ્થિતિ અને સંભવિત અકસ્માતને ટાળવા ગઈકાલે ખાસ બેઠક બોલાવીને આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.
જેમાં વાવાઝોડાગ્રસ્ત તમામ વિસ્તારોમાં તાત્કાલીક વીજ પૂરવઠો બધં કરી દઈ વધુ નુકસાન થતું ટાળવામાં આવશે. આ ઉપરાંત સંભવિત અસરગ્રસ્ત અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના સર્કલ હેઠળ ૧૪ ડિવિઝનમાં ૭૦ સબ ડિવિઝન નીચે આવતા ૧૬૬ જેટલા ગામોમાં ખાસ તકેદારી રાખવા ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે. જેની ઉપર દરેક સર્કલ અને ડિવિઝન ખાતે હાઈ લેવલ ઓફિસર દ્રારા દેખરેખ રાખવામાં આવશે. પીજીવીસીએલ દ્રારા હાલ ૫૦૦ ટૂકડી ઉપરાંત ૫૦ અન્ય કંપનીની ટૂકડીને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તૈનાત કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL