વાવાઝોડાનો ખતરો ટળ્યોઃ સૌરાષ્ટ્રમાં એસ.ટી.બસ વ્યવહાર રાબેતા મુજબ

November 7, 2019 at 11:40 am


Spread the love

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો ખતરો ટળી જતા એસટી બસ વ્યવહાર આજે સવારથી રાબેતા મુજબ ચાલી રહ્યાે હોવાનું જાણવા મળે છે. વિશેષમાં રાજકોટ વિભાગીય નિયામક યોગેશ પટેલએ ‘આજકાલ’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ વાવાઝોડાનો ખતરો જણાતા નાઈટ આઉટ રહેતી બસોના ડ્રાઈવરોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી હતી તેમજ દરિયાકાંઠાના રુટમાં નાઈટ હોલ્ટ કરતી બસોને સલામત સ્થળે પાર્કિંગ કરવા જણાવ્યું હતું પરંતુ હવે મહદ અંશે વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોય આજે સવારથી રાજકોટ સહિત ડિવિઝનના અન્ય તમામ આઠ ડેપો જેમાં ગાેંડલ, મોરબી, વાંકાનેર, જસદણ, ચોટીલા, લીબડી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરમાં તમામ રુટની બસો રાબેતા મુજબ સમયસર દોડી રહી છે. વિશેષમાં નિગમના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, આ ઉપરાંત સૌરાષ્ટ્ર-ક્ચ્છના અન્ય તમામ ડિવિઝન જેમાં અમરેલી, જુનાગઢ, ભાવનગર, જામનગર, ભુજ ડિવિઝનની પણ તમામ બસો સમયસર દોડી રહી છે.