વાવાઝોડા સામે પીજીવીસીએલ સતર્ક છે: કેબિનેટમંત્રી સૌરભ પટેલ

June 12, 2019 at 6:51 pm


વાવાઝોડાની પરિસ્થિતિ સંદર્ભે રાજકોટ જિલ્લાની જવાબદારી સંભાળનાર કેબિનેટમંત્રી સૌરભભાઈ પટેલે આજે પિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ની લમીનગર ખાતેની કોર્પેારેટ કચેરીમાં પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે, વાવાઝોડા ‘વાયુ’ સામે સરકાર સતર્ક છે.
વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવાની અને વીજ લાઈનો તથા થાંભલાઓને નુકસાનની સંભાવના છે પરંતુ વાવાઝોડું નીકળી ગયા બાદ યુધ્ધના ધોરણે વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવાની સૂચના તંત્રને આપી દેવામાં આવી છે તેમ સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું.

સૌરભભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર્ર કચ્છમાં કુલ ૬૩૪ ટિમ તૈનાત રાખવામાં આવી છે. એક ટિમ માં એક એન્જીનીયર , ૪ લાઈનમેન અને ૪ મજૂર મળી કુલ ૯ લોકોનો સમાવેશ કરાયો છે. પીજીવીસીએલ ઉપરાંત ડિજીવીસીએલ , યુજીવીસીએલ અને એમજીવીસીએલ ની ૪૯ ટિમો બોલાવવામાં આવી છે. તમામ ૪૯ ટિમો ને ઉના , વેરાવળ અને સોમનાથ તરફ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. અસરકારસ સંભવિત વિસ્તારમાં ૮૫૦૦ પોલ શિટ કરવામાં આવ્યા છે. પીજીવીસીએલ માં કુલ ૪૫ ડિવિઝન છે અને ૭૦ સબડીવીઝન આવેલ છે ૪૫ પૈકી ૧૪ ડિવિઝન અસરકારક થવાની શકયતા ૨૪ કલાક કંટ્રોલ મ અને કસ્ટમર કેર નંબર રહેશે ચાલુ ૨૭ નોડલ ઓફિસર સતત ડિવિઝન ના સંપર્ક માં રહેશે સેફટી ભાગ પે જર જણાય સબસ્ટેશન બધં કરવામાં આવશે.

બચાવ અને રાહતની કામગીરીમાં કોઈ કચાશ છોડવામાં નહીં આવે. સમગ્ર સરકારી તંત્રને એલર્ટ કરી દેવાયું છે. કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને સતત કાર્યરત રહેવા માટે જણાવી દેવાયું છે. પત્રકારો સાથેની વાતચીત વખતે ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ અને પીજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Comments

comments

VOTING POLL