વાવાઝોડા સામે લડવા નગરપાલિકાનું તત્રં સજ્જ

June 11, 2019 at 1:31 pm


પોરબંદરમાં વાવાઝોડા સામે લડવા નગરપાલિકાનું તત્રં સુસ છે અને અસરગ્રસ્તો માટે આશ્રયસ્થાનો પણ નક્કી થયા છે.
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર રુદ્રેશભાઈ હત્પદડે જણાવ્યું છે કે સંભવીત વાવાઝોડા સામે નગરપાલિકાનું તત્રં સુસ છે. જોખમી વૃક્ષો દૂર કરવા સહીત બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડના સુપ્રિ. લલીતભાઈ જોષી તથા તેમની ટીમ દ્રારા તેમની રેસકયુ બોટો ઉપરાંત વધારાની રેસકયુ ટીમો તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ વધુ વરસાદ પડે તો અસરગ્રસ્તોનું સ્થળાંતર કરીને તેઓને આશ્રય આપવા માટે પણ તત્રં દ્રારા તૈયારીઓ થઈ ગઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હત્પદડે કેટલીક માહિતી આપીને લોકોને પણ સાવચેત રહેવા જણાવ્યું છે.

વાવાઝોડા પૂર્વે કરવાની જરૂરી તૈયારી
વાવાઝોડા પહેલાની તૈયારીઓમાં રહેઠાણની મજબુતીની ખાતરી કરી બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરવી, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહેવું, રેડીયો સેટને ચકાસી ચાલુ હાલતમાં રાખવા, સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરવો, ઢોર–ઢાંખરને ખૂંટાથી છૂટા કરી નાખવા, માછીમારોને દરિયામાં જવું નહીં અને બોટ સલામત સ્થળે લાંગરવી, અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, આશ્રય લઈ શકાય તેવા ઐંચા સ્થળોને ધ્યાનમાં રાખવા, સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી તેમજ અગત્યના ટેલીફોન નંબર હાથવગા રાખવા વગેરે સૂચના આપી છે.

વાવાઝોડા દરમિયાન રાખવાની સાવચેતી
વાવાઝોડા દરમિયાન જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી, રેડીયો પર સમાચાર સાંભળતા રહી સૂચનાઓનો અમલ કરવો, વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં, વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી કરવી નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બધં કરી દેવા સલાહ આપવી, દરિયા નજીક, ઝાડ નીચે કે વિજળીના થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેવું નહીં, વિજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી, માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી, અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે તેમજ ખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાતી અટકાવી આધારભૂત સૂચનાઓને અનુસરવા પણ ઉમેર્યું છે.

વાવાઝોડા બાદ કરવાની જરૂરી કામગીરી
વાવાઝોડા બાદ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલીટી કન્ટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી, નુકસાનીનો તાત્કાલીક સર્વે કરી અંદાજીત નુકસાનીની વિગતો રાય સરકારને આપવી તથા મદદ માટે સતત સંપર્કમાં રહેવું, અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા, જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી, નોડલ ઓફિસરોને પોતાના રૂટ પર તાત્કાલીક રવાના કરવા તથા અન્ય વિભાગોના અધિકારીઓની મદદ લેવી, માછીમારો દરિયામાં પ્રવાસ ન કરે તેવી સૂચનાઓ આપવી, ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું, અસરગ્રસ્તોને તાલીમ તથા બચાવ રાહત સામગ્રી વગેરે જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી સહીતના સુચનો કર્યા છે.

Comments

comments