વાવાઝોડું ‘વાયુ’ ગુરુવારે સવારે પોરબંદર-મહુવા વચ્ચે ત્રાટકશે

June 11, 2019 at 10:23 am


અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું ‘વાયુ’ તા.13ના ગુરુવારે વહેલી સવારે ગુજરાતના કાંઠાને સ્પર્શશે અને પોરબંદર-મહુવા વચ્ચેના દરિયાકાંઠે વેરાવળ અને દીવ રિઝીયનમાં તેની સૌથી વધુ અસર રહેશે તેમ હવામાન ખાતા દ્વારા આગાહીમાં જણાવાયું છે. ગુજરાતના દરિયાકાંઠાને જ્યારે વાવાઝોડું સ્પર્શશે ત્યારે 120થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ થશે તેવી આગાહીના પગલે પોરબંદર, વેરાવળ, મહુવા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં તંત્રને એલર્ટ રહેવા માટે જણાવી દેવાયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ડિપ-ડિપ્રેશન આજે સાયકલોનિક સ્ટ્રાેમમાં પરિવત}ત થશે અને જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાને તે સ્પર્શશે ત્યારે ગુરુવારે તેની ઝડપ પ્રતિ કલાકના 110થી 120 કિલોમીટરની રહેશે અને અમુક તબકકે આ ઝડપ વધીને 135 કિલોમીટર સુધી પહાેંચશે.
સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બંદરો પર એક નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે સાવધ કરવામાં આવ્યા છે. સાથોસાથ જે માછીમારો દરિયામાં છે તેમને તાત્કાલીક દરિયાકાંઠે પરત ફરવા જણાવી દેવાયું છે. બે દિવસથી વાવાઝોડાની આગાહી કરવામાં આવતી હોવાથી મોટાભાગના માછીમારો તો દરિયાકિનારે પરત ફર્યા છે અને થોડા ઘણા માછીમારો જે દરિયામાં છે તેમને પાછા લાવવા માટે મરીન સિકયુરિટી સાથોસાથ માછીમાર એસોસિએશન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

વાવાઝોડું હાલ વેરાવળથી દક્ષિણ દિશામાં 690 કિલોમીટર દૂર છે જ્યારે મુંબઈથી 540 કિલોમીટર દૂર છે. વાવાઝોડાનો સૌથી વધુ ખતરો ગુજરાતના દરિયાકાંઠા પર હોવાથી યલ્લાે એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ વાવાઝોડું છેલ્લા 6 કલાકથી પ્રતિ કલાકના 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે.

એનડીઆરએફની ત્રણ ટીમ બપોરે રાજકોટ આવશે
એનડીઆરએફની ત્રણ ટીમ આજે બપોરે 3 વાગ્યે રાજકોટ આવી પહાેંચશે અને મોરબી રોડ પર આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ આેથોરિટીના સેન્ટરમાં પહાેંચશે ત્યાંથી તેમને જે ડયુટી ફાળવવામાં આવશે તે સ્થળે આ ટીમ પહાેંચશે.

Comments

comments

VOTING POLL