વાવાઝોડુ ‘વાયુ’ ટ્રેનોને ઉથલાવે તેવો ભય : ભાવનગર ડીવીઝનની મીટરગેજની તમામ ટ્રેનો બે દિવસ માટે રદ્દ

June 12, 2019 at 2:55 pm


વાવાઝોડા ‘વાયુ’ના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચે તેવી ભીતિ સાથે ભાવનગર રેલવે ડીવીઝન દ્રારા મીટરગેજની તમામ ૧૦ ટ્રેનોને બે દિવસ માટે રદ્દ કરી દેવાઇ છે તો બ્રોડગ્રેજ રૂટની મહત્પવા–સુરત વચ્ચે ચાલતી વિકલી ટ્રેન તથા મહત્પવા–ધોળા અને પોરબંદર – રાજકોટ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનને પણ રદ્દ કરી દેવાઇ હોવાનું રેલવેના સત્તાવાર સાધનોએ જણાવ્યુ હતુ. મીટરગેજ રૂટ પર દોડતી ટ્રેન નં.૫૨૯૩૩ (વેરાવળ–અમરેલી), ટ્રેન નં.૫૨૯૪૯ (વેરાવળ–દેલવાડા), ટ્રેન નં.૫૨૯૩૦ (અમરેલી–વેરાવળ), ટ્રેન નં.૫૨૯૫૧ (દેલવાડા–જુનાગઢ), ટ્રેન નં.૫૨૯૫૬ (જુનાગઢ–દેલવાડા), ટ્રેન નં.૫૨૯૫૫ (અમરેલી–જૂનાગઢ), ટ્રેન નં.૫૨૯૫૨ (જૂનાગઢ–દેલવાડા), ટ્રેન નં.૫૨૯૪૬ (અમરેલી–વેરાવળ), ટ્રેન નં.૫૨૯૨૯ (વેરાવળ–અમરેલી) અને ટ્રેન નં.૫૨૯૫૦ (દેલવાડા–વેરાવળ)ને તા.૧૨ અને તા.૧૩ જૂન દરમ્યાન સંપૂર્ણ રદ્દ કરી દેવાઇ છે. યારે બ્રોડગ્રેજ રૂટ પર દોડતી મહત્પવા–સુરતની વિકલી ટ્રેનને પણ અટકાવી દેવાઇ હતી તો મહત્પવા–ધોળા અને પોરબંદર – રાજકોટ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનને પણ બે દિવસ માટે રદ્દ કરી દેવાઇ છે

Comments

comments

VOTING POLL