વાહન જેટલું ચાલશે એટલો જ ટોલ લાગશે

February 6, 2018 at 11:05 am


સરકાર પે એન્ડ યુઝ નીતિ હેઠળ ખાનગી અને વ્યવસાયિક વાહનોને ટોલ ટેક્સમાં રાહત આપવા જઈ રહી છે. આ અનુસાર વાહન ટોલ રોડનો જેટલો ઉપયોગ કરશે તેટલા જ હિસ્સાનો કર લાગશે. આ અંગે ટેન્ડર પણ જારી કરી દેવાયા છે.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ વ્યવસ્થા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ એપ્રિલમાં દિલ્હી-મુંબઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર છ મહિના માટે શ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 500 વાહનો (60 ટકા ખાનગી અને 40 ટકા વ્યવસાયિક વાહનો)માં જીપીએસ લગાવીને પે એન્ડ યુઝનો પ્રયોગ છ મહિના માટે થશે. આવા વાહનોમાંથી ટોલ પ્લાઝા પર કર નહીં લેવામાં આવે, ફાસ્ટ ટેગથી ઓટોમેટિક ટેક્સનું ચૂકવણું કરવામાં આવશે.
પ્રયોગ સફળ રહેવા પર દિલ્હી-મુંબઈ વચ્ચેના તમામ 17 ટોલનાકા હટાવી દેવામાં આવશે. નવેમ્બરથી દિલ્હી-મુંબઈ વચ્ચે એડવાન્સ સીસીટીવી કેમેરા યુક્ત એન્ટેના લગાવવામાં આવશે. રાજમાર્ગો પર લાગેલા એન્ટેનાથી ટોલનું ચૂકવણું થઈ જશે. ત્યારબાદ ટોલપ્લાઝા હટાવી દેવામાં આવશે.
10 લાખથી વધુ વાહનોની વિન્ડ સ્ક્રીન પર ફાસ્ટ ટેગ લગાવાઈ ચૂક્યા છે. જ્યારે 371 ટોલ પ્લાઝાની એક સમર્પિત લેનને ઈલેક્ટ્રિક ટોલ કલેક્શન ટેકનીક લગાવી દેવામાં આવી છે. તેમાં ફાસ્ટ ટેગથી વાહનોના ટેક્સનું ચૂકવણું થઈ જાય છે. આ માટે વાહનોએ ટોલ પ્લાઝા પર રોકાવું પડતું નથી. ફાસ્ટ ટેગ વાહનનું એક પ્રકારનું આધારકાર્ડ છે. એન્ટીનાનું સેન્સર ફાસ્ટ ટેગની મદદથી વાહનની સંપૂર્ણ વિગત કોમ્પ્યુટર ડેટા બેઝને મોકલી દેશે. એટલા માટે ટોલ ટેક્સ નહીં ચૂકવવા અથવા ગરબડની આશંકા જ નહીં રહે.

Comments

comments