વાહ ! મંદિરમાં ભક્તોને સોના-ચાંદીનો પ્રસાદ, તમને પણ થશે કે એક વખત જવું જ છે

September 3, 2019 at 10:33 am


ભારતમાં ઘણા એવા મંદિર છે જેની પોતાની એક આગવી વિશેષતા છે. ત્યારે મધ્યપ્રદેશના રતલામના માણકમાં એક એવું જ અનોખું મંદિર છે. જ્યાં ભક્તોને પ્રસાદમાં કોઈ મીઠાઇ કે ખાવાપીવાની વસ્તુ નહીં પરંતુ મંદિરમાં આભૂષણો આપવામાં આવે છે. અહીં જે પણ ભક્ત દર્શનાર્થે આવે તે સોના-ચાંદીના સિક્કા લઈને જ તેના ઘરે જાય છે. રતલામનું આ મંદિર મહાલક્ષ્મી માતાજીનું છે જ્યાં વર્ષોથી ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. તો સાથે ભક્તો પણ આ મંદિરમાં કરોડો રૂપિયાના ઝવેરાત અર્પણ કરે છે. સાથોસાથ આ મંદિરમાં રોકડ પણ ચડાવવામાં આવે છે. તો સાથે આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા દિવાળી નિમિત્તે ધનતેરસથી પાંચ દિવસ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો સાથે મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે. દિવાળી નિમિત્તે આ મંદિરમાં ધન કુબેરનો દરબાર યોજાય છે. ત્યારે આ દિવાળીના સમય દરમિયાન શ્રદ્ધાળુઓને અલંકારો અને રૂપિયા પ્રસાદ તરીકે આપવામાં આવે છે. દીપાવલીના પર્વ પર ૨૪ કલાક મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. તો સાથે આ મંદિરમાં ધનતેરસના પ્રસંગે મહિલાઓને કુબેરની પોટલી અપાય છે. અહીં આવનારા કોઈપણ ભક્ત ખાલી હાથ જતો નથી.

Comments

comments