વિંજલપરમાં અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત

February 12, 2018 at 11:30 am


ખંભાળીયા તાલુકાના વિંજલપર ગામેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપીને પોલીસે પકડી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જીલ્લાના એસ.પી. રોહનઆનંદ તથા જામખંભાળીયા પો.સ્ટેશનના પો. ઇન્સ. પી.બી. ગઢવીની સૂચનાથી પ્રાેહી. ડ્રાઇવરની સૂચનાથી ખંભાળીયા પો.સ્ટેશનના પો. સબ ઇન્સ. કે.એન. ઠાકરીયા તથા પોલીસ સ્ટાફના માણસો પો.હેડ કોન્સ. આશપાલભાઇ ગઢવી પો. હેડ કોન્સ. કાબાભાઇ ચાવડા તથા રવિન્દ્રભાઇ હેરભા તથા વિજયભાઇ કાગડીયા પોલીસ કોન્સ. ડાડુભાઇ જોગલ તથા સામતભાઇ ગઢવી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા.માં પેટ્રાેલીગમાં હતા તે દરમ્યાન પો. સબ ઇન્સ. કે.એન. ઠાકરીયા તથા પો. હેડ કોન્સ. આશપાલભાઇ ગઢવી તથા કાબાભાઇ ચાવડાને ખાનગી રાહે બાતમી મળતા વિંજલપર ગામે રહેતો લખમણ ઉર્ફે લખન મેરામણભાઇ ચંદ્રવાડિયા જાતે આહિર (ઉ.વ. ર1) વાળાને રહેણાંક મકાનેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-16 કિં. રૂા. 8000 ના મુદ્દામાલ સાથે પકડી લઇને પ્રાેહી. એકટ કલમ-65 ઇ, 116-બી મુજબનો ગુન્હો કરેલ હોય અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Comments

comments

VOTING POLL