વિંજલપુર ગામમાં શરાબની 72 બોટલ સાથે બે શખ્સ પકડાયા

December 25, 2018 at 1:22 pm


ભાણવડના વિંજલપુર ગામમાં પોલીસે દરોડો પાડીને બે શખ્સોને શરાબની 72 બોટલ સાથે પકડી લીધા હતા પુછપરછમાં કલ્યાણપુરના શખ્સનું નામ ખુલ્યુ હતું.

ભાણવડના વિંજલપુર ગામેથી આરોપી ભીમશી અરશી, રામદે નથુ પીપરોતર આ બંને ઇસમો ગેરકાયદે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 72 કિ. 28800 સાથે પકડાઇ આવેલ પુછપરછ દરમ્યાન વધુ એક આરોપી મારખી ગોવા ડાંગર રે. કલ્યાણપુરવાળાની સંડોવણી બહાર આવતા પોલીસે ફરાર જાહેર કરી ત્રણેય વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળીયામાં વરલીબાઝ ઝબ્બે

ખંભાળીયામાં વાંઝા જ્ઞાતીની વાડી નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા આરોપી નટુભા રામસંગ જાડેજાને રોકડા 1480 તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments