વિકાસ પછી હવે અજેય અને અટલ

September 11, 2018 at 1:37 pm


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી માટે અજેય ભારત અટલ ભાજપ. નું નવું સૂત્ર પણ ઘોષિત કર્યું છે.અગાઉની ચૂંટણી પૂર્વે સબકા સાથ સબકા વિકાસ જેવું સૂત્ર આપીને દેશને વિકાસની કેડી જ નહી મહામાર્ગ દેખાડનારા વિઝનરી વડા પ્રધાન માસ્ટર સ્ટ્રાેક આપવામાં માસ્ટરછે અને હવે અટલ-અજેય ભારતનું નવું સૂત્ર આપીને પક્ષને નવી દિશા બતાવી છે.

રાજકારણ એમની ગળથૂથીમાં ભલે ન હોય પરંતુ એમની નસનસમાં રાજકારણ છે. મુત્સદ્દીગીરીમાં એમની તોલે કોઇ આવી શકે એમ નથી. એમના આ નવા સૂત્રમાં અટલ શબ્દ આપીને તેઆે ચૂંટણીમાં તાજેતરમાં અવસાન પામેલા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સુવાસ , એમની રાજકીય કુનેહ, એમની પ્રતિષ્ઠા, દેશપ્રેમ, પક્ષપ્રેમ, ઇન્સાનિયત આ બધાનો લાભ મળે એવું ઇચ્છે છે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાને 2022 સુધીમાં નયા ભારત સર્જવાની વાત તો કરી જ, પરંતુ ગરીબી, જાતિવાદ, ભ્રષ્ટાચાર અને કોમવાદવિહોણા ભારત સર્જનની પણ વાત મૂકી છે.

બીજી બાજુ હતાશા અને નિરાશાથી ઘેરાયેલા વિપક્ષ પાસે રોકો મોદી સિવાય બીજો કોઇ એજન્ડાનથી. વિપક્ષ આગામી ચૂંટણી જીતીશું એવા દિવાસ્વપનમાંરાચે છે પણ એમની પાસે કોઇ સક્ષમ નેતા નથી, પોલિસી નથી, કોઇ વ્યૂહ નથી. કોઇ એજન્ડા નથી. એમની પાસે માત્ર મોદીને રોકવા જેવો નેગેટિવ એજન્ડા છે, ભારતીય જાણતા પક્ષ પાસે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા સશક્ત નેતાઆે છે. આજે પક્ષ પાસે લગભગ 350 સંસદસભ્યો અને 1500 વિધાનસભ્યો છે. મોદીના વિઝન અને શાહના પરિશ્રમનું આ પરિણામ છે.

Comments

comments

VOTING POLL