વિક્કી કૌશલની ફિલ્મ ‘ઉરી’ બોક્સ ઓફિસ પર હીટ, 200 કરોડના કલબમાં કરી એન્ટ્રી

February 7, 2019 at 8:18 pm


‘બાહુબલી’ અને પદ્માવત ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી અને 100 કરોડના કલબમાં સામેલ થઈ હતી આ ફિલ્મ, બાદમાં ‘ઉરી’ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ છે. જ્યારે વિદેશી બોક્સ ઓફિસ પર ઉરીએ 300 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ચાર સપ્તાહ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીના સિનેમામાં રિલીઝ થઈ હતી અને રિલીઝ બાદ 28 દિવસમાં ફિલ્મે 200 કરોડ કરતા વધારેની કમાણી કરી છે.

ઉરી ફિલ્મ બોક્સઓફિસ પર રીલિઝ થતા જ આ ફિલ્મના લીડ એક્ટર વિક્કી કૌશલ માટે આ મોટી ખુશ ખબર છે, સોલો એક્ટરના રૂપમાં આ તેની પ્રથમ 200 કરોડની ફિલ્મ છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.

આ ફિલ્મે પહેલા દિવસે જ 8.20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મે ઓપનિંગ પછી સતત કમાણીમાં વધારો કર્યો છે. 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ તેમજ મોહિત રૈના લીડ રોલમાં જોવા મળ્યા છે.

Comments

comments

VOTING POLL