વિક્રમ-વૈતાલની વાતાર્ અને પેટ્રાેલ-ડિઝલ

September 14, 2018 at 10:38 am


નડિયાદના અનિલ ચૌહાણે સોિશ્યલ મીડિયા ઉપર પેટ્રાેલ-ડીઝલના ભાવની વર્તમાન સ્થિતિ વિશે સુપર્બ પીસ લખ્યો છે..પહેલા આ પોસ્ટને તેમના જ શબ્દોમાં મમળાવીએ.

અને રાબેતા મુજબ આજે રાત્રે ફરી રાજા વિક્રમ તૈયાર થઇ ને સિધ્ધવડ તરફ ચાલવા લાગ્યા. વડ પાસે જઇને રાજાએ ફરી વૈતાલનું મડદું ઉતારી ખભે બાંધ્યું અને ઉજેણી નગરી તરફ ચુપચાપ ચાલવા માંડéું…રાજાની ટ્રીમ દાઢી મડદાના નાકે ઘસાઇ અને મડદાંએ આજે આ વાતાર્ શરું કરી…

એક નગર, નગરમાં એક ભણેલો ગણેલો ઈજનેર યુવક, પ્રાઈવેટ કંમ્પનીમાં જોબ કરે, તેને એક ધનીક યુવતી સાંથે પ્રેમ, બંન્ને એ જનમોજનમ સાંથે રહેવાનું નક્કી કરેલું, લગ્ન કરવાનું વિચાર્યું, પણ યુવતીએ શરત મુકી કે મારો બાપ સંમતી આપે તો જ પરણવાનું નહીતો આજીવન કુંવારા રહીશું, યુવક યુવતીના બાપ પાંસે એમની દીકરીનો હાથ માંગવા ગયો, અને કહ્યું કે હું અને તમારી દીકરી એક બીજાને પ્રેમ કરીએ છીએ તથા લગ્ન કરવા માંગીએ છીએ, સંમતી આપો…..યુવતીના બાપે કહ્યું મારા ઘરે છ ફોર વ્હીલર અને ચાર ટુ વ્હીલર છે, તને ખબર છે, મારી દીકરીને ડ્રાઈવિંગનો શોખ છે, એને લાેંગ ડ્રાઈવનો શોખ છે, શું તું એ પોષી શકીશ, જો હા હોય તો હું તારી પરીક્ષા લેવા માંગું છું, એમાં તું પાસ થઈશ તો ચોક્કસ મારી દીકરી તને પરણાવીશ, એના માટે એક શરત છે, બોલ એ શરત પાલન કરી શકીશ…. યુવકે પોતાની છવ્વીસની છાતીમાં ભરાય એટલી હવા ભરી છત્રીસની કરી અને બોલ્યો, વડીલ આકાશના ચાંદ તારા માંગો, તાજમહેલ જેવી ઈમારત માંગો, ઝુલતા મીનાર, દાલ સરોવરના ચાર ચિનાર, આરબના દીનાર, ડીફોલ્ડર માલ્યા અને ગદ્દાર સીધ્ધુ, સંબીત પાત્રાથી લઇ અમરનાથ યાત્રા, મહેબુબાના લવ લેટર કે શિવસેનાને આપની ન ગમતી મેટર, મગફળીના ગોડાઉન કે રુપિયાના ભાવ થતા ડાઉન, મારા તમામ અવતાર બોલો શું તમારા અને તમારી દીકરીના કદમોમાં પેશ કરું…

દીકરીના બાપે કહ્યું આ બધાની જરુર નથી, તને ત્રણ ચાન્સ આપીશ, ત્રણ દીવસમાં, તારી પાસે ક્રેડીટ કાર્ડ, પેટીએમ, કે ડેબીટ કાર્ડ નહી હોય, ન તારે ઉધાર રાખવાનું, ના ઉછીનું લેવાનું, લે આ પ્લાસ્ટીક નો નાનો કેરબો, અને આ આજના પેટ્રાેલના ભાવ મુજબના આ 87.15 રુપિયા, કાલે આમાં એક લીટર પેટ્રાેલ ભરી લાવ…

યુવકે કહ્યું બસ આટલી વાત.. આવું કાલે સવારે…. યુવક કેરબો લઈ પેટ્રાેલ પંપ પહોચ્યો, પેટ્રાેલનો ભાવ હતો 87.50… ના કોઈ પાસે બાકી રખાય, ના ઉછીના લેવાય, ના પેટીએમ થાય…. યુવક પાછો ગયો….

યુવતીના બાપે ખાલી ડબલા સાથે આવેલા યુવકને પુછ્યું શું થયું….

યુવકે કહ્યું પપ્પા તમે મને 87.15 પૈસા આપેલા અને આજે ભાવ હતો 87.50 મારે 35 પૈસા ખુટતા હતા, કાલે લાવીશ

યુવતીના બાપે ક્હયું આેકે લે આ ઉપરના 35 પૈસા, તારો એક ચાન્સ ગયો, હવે કાલે બીજો ચાન્સ, પણ યાદ રાખજે તારી પાસે ત્રણ ચાન્સ જ છે, એક તે ગુમાવી દીધો છે,

યુવક બીજા દીવસે ડબલું લઈ પેટ્રાેલ પંપ પહોચ્યો, ભાવ હતો 87.75 પૈસા, 25 પૈસા લીટર પેટ્રાેલ માટે ખુટતા હતા, એ નીરાશ થઈ પાછો આવ્યો….

ભાવી સસરાએ બંગલાના ગેટ પર જ એને રોકતાં કહ્યું મે આેન લાઈન ભાવ જોયો, લે આ ખુટતા 25 પૈસા, કાલે લીટર પેટ્રાેલ લઈ ને આવજે અને મારી દીકરીને લઈ જજે….

સવારે યુવક પેટ્રાેલ પંપ પહોચ્યો, ભાવ હતો 88 રુપિયા…..

એ પેટ્રાેલ પંપ પર લગાવેલ સરકારી જાહેર ખબરનું બોર્ડ જોઈ રહ્યાે, એક હસતો દાઢીવાળો ચહેરો હતો એમાં, નીચે લખ્યુ હતું, આગે બઢે યુવાન, બદલ રહા હે હીન્દુસતાન

યુવકે પોતાના માથા પર ખાલી ડબલું ચાર વાર માર્યું અને એનો છુટ્ટાે ઘા કરતાં બોલ્યો, આને બૈરી નથી એટલે આખા દેશને કુવારો રાખશે….

પ્રેમીકાના પિતા પાસે પહોચી યુવકે પેન્ટ ઉતારી ઉંધા ફરીને કહ્યું તુસી ગ્રેટ હો પાપા તોફા કબુલ કરો…..

યુવતીના પિતાએ મુછમાં હસીને કહ્યું, મુરખ આ દેશમાં ચાંદ તારા, તાજ મહેલ લાવવા શક્ય છે પણ આજના ભાવમાં કાલે લીટર પેટ્રાેલ લાવવું અશક્ય છે,

વાતને આટલેથી અટકાવતાં વૈતાલે વિક્રમને પુછ્યૂં, હે વિક્રમ આમાં યુવક યુવતી શું કરશે, આત્મહત્યા, ભાગીને લગ્ન કે બગાવત, બોલ… બોલ નહીતો તને આજના પેટ્રાેલના ભાવની આણ છે….

રાજા વિક્રમ આજે ના ગુસ્સે થયો, ના મડદાંને જમીન પર પછાડéું , મરક મરક હસતાં બોલ્યો…..

2019 નું ચુંટણી ફંડ આ પેટ્રાેલીયમ કંમ્પની નહી તો શું તારો બાપ આપવાનો છે

અને મડદું તું તો લ્યા ભારે ચતુર, માલ્યા…. માલ્યા…..અલ્યા ચાની કીટલી, કોઈ પુછે કેટલી, કહેવાનું ખીસ્સામાં માય જેટલી, કહીને મડદું હા… હા …. હા કરતું પાછુ સિધ્ધવડ પર લટકાઈ ગયું…….

વિક્રમ-વૈતાલની આ વાતાર્ ભલે કાલ્પનિક હોય પણ તે વાસ્તવિકતાથી બહુ દૂર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેકના ખાતામાં 15 લાખનું કાળું નાણું વ્હાઇટ કરીને જમા કરાવવાના છે અને રાહુલ ગાંધી એવું મશીન બનાવવાના છે કે તેની એક બાજુથી બટેટું નાખવામાં આવે તો બીજી બાજુથી સોનુ બનીને બહાર નીકળે. જો આ બન્ને નેતાઆે બોલ્યું પાળે તો ભારતનો બેડો પાર થઇ જાય તેમ છે પરંતુ કમનસીબે આવું ક્યારેય થવાનું નથી. સરેરાશ ભારતીયએ તો પોતાના વાહનમાં માેંઘુ દાટ પેટ્રાેલ કે ડીઝલ પૂરાવવાનું છે અને મશીન જેવી જિંદગી જીવવાની છે. આજે સમય એવો ચાલી રહ્યાે છે કે, સવાર પડે ત્યારથી માેંકાણ શરુ થઇ જાય છે જે છેક રાત્રે પથારીમાં પડીએ ત્યાં સુધી ચાલુ રહે છે. પહેલા કાશ્મીરમાં જ ત્રાસવાદીઆે ત્રાટકતા હતા પણ હવે જુદા જુદા સ્વરુપે દેશ આખામાં ત્રાટકે છે. કોક ભાવ વધારાના સ્વરુપે તો કોઈ ભ્રસ્ટાચાર સ્વરુપે ત્રાટકે છે. આપણા નેતાઆે પણ ત્રાસવાદીઆેથી જરાય કામ નથી. તેઆે પણ બધાને જીવતો ત્રાસ આપી રહ્યા છે. ભાજપ હોય કે કાેંગ્રેસ કાગડા બધે જ કાળા છે. કાેંગ્રેસ કહેતી હતી કે, માેંઘવારી 100 દિવસમાં ખતમ કરશું અને ભાજપ અચ્છે દિનના વાયદા કરે છે. બાપડી પ્રજાને આ બેમાંથી કાંઈ નસીબ નથી થયું અને આમ છતાં ચૂંટણીઆેમાં તેઆેને હાેંશે હાેંશે મત દીધે રાખે છે. અત્યારે પેટ્રાેલ અને ડીઝલના ભાવ સતત આસમાને પહાેંચી રહ્યા છે. અને કીમતોમાં કોઈ જ ઘટાડો થવાની શક્યતાઆે નથી.

પેટ્રાેલ-ડીઝલનાં ભાવ બાબતે કેન્દ્ર સરકારની એકસાઇઝ ડéુટી, રાજ્યોનાં વેટ ટેક્સ, ક્રૂડ આેઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ અને ડિલરોનાં નફાની જ ચારે તરફ ચર્ચા થઈ રહી છે, ત્યારે એક અલગ એંગલ વિશે આપણે કેમ વિચારતા નથીં

ઇકોનોમિકસનો બેઝિક નિયમ છે, ડિમાન્ડ વધે એટલે સપ્લાય ઘટે, અને સપ્લાય ઘટે એટલે ભાવ વધે. એનાથી ઊલટું, જો ડિમાન્ડ આેછી થશે તો ભાવ આપોઆપ નીચા જવાના જ છે. સમજુ દેશી કહે છે કે, હવે, વસ્તી વૃિÙ થતાં વાહનોની સંખ્યા વધે અને પેટ્રાેલ-ડીઝલની માંગ વધે છે ત્યારે આટલાં પરિબળો જે આપણાં હાથમાં છે.

1. ઘરમાં સભ્ય દીઠ વાહનોની સંખ્યા વધે છે, એનાં વિશે કોઈ દિવસ વિચાર્યુંં

2. ચોકમાં પાન ખાવા જઇએ તો પણ ગાડી કાઢીને જઇએ છીએ, એ બંધ કર્યુંં

3. ‘અમારાં બાબાનો બાબો તો ફિãથ સ્ટાન્ડર્ડથી એિક્ટવા લઇને સ્કૂલે જાય છે’ એવું પોરસાઈને કહેનારા દાદાઆે કાયદો ઘોળીને પી જાય છે, એમનાં પોતરા પેટ્રાેલ ઘોળીને પીવે છે, એ પેટ્રાેલ બચાવવાનું કોઈને સૂÈયુંં

4. પાડોશી ને આપણો એક જ રુટ હોય તો પણ કાર-પુલિન્ગ/કાર-શેરિ»ગ કરવાનું કોઈ દહાડો સૂÈયુંં

5. ટ્રાફિક સિગ્નલ પર 3 મિનીટનું ટાઇમર દેખાતું હોય, તો પણ કાર-સ્કૂટરનું એન્જિન ચાલુ રાખીને ઉભા રહેવાનું બંધ કર્યુંં

6. વીકમાં એક વાર ઘરનાં વાહનનો ત્યાગ કરીને પિબ્લક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યોં

7. ઘરનાં બે સભ્યો એક રુટ પર એક જ વાહન પર નીકળતા હોય એવું બન્યુંં

જો આ બધાં પ્રશ્નોનાં જવાબ ‘ના’ માં મળતાં હોય તો ખોટો ઉહાપોહ કરવાની જરુર નથી. આપણે પેટ્રાેલ-ડીઝલનાં ભાવ વધારાને લાયક જ છીએ!!!

અહી કહેવાનો મતલબ એ છે કે, ખોટી કાગારોળ કરવાને બદલે આપણે આપણી માનસિકતા બદલશું તો આવો ભાવ વધારો આપણને નડશે નહિ અને રાજકારણીઆેના ભરોસે પણ નહિ જીવવું પડે.

Comments

comments

VOTING POLL